Priyanka Gandhi : કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ બુધવારે બેરોજગારીના મુદ્દે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું અને દાવો કર્યો હતો કે દેશનો દરેક યુવક સમજી ગયો છે કે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) રોજગાર આપી શકતી નથી. પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કર્યું, ‘ભારતના કુલ વર્કફોર્સમાં 83 ટકા બેરોજગાર યુવાનો છે. 2000માં કુલ બેરોજગારોમાં શિક્ષિત યુવાનોનો હિસ્સો 35.2 ટકા હતો. 2022માં તે વધીને 65.7 ટકા એટલે કે લગભગ બમણું થઈ ગયું છે.”

તેમણે કહ્યું કે બીજી તરફ વડાપ્રધાનના મુખ્ય આર્થિક સલાહકાર કહી રહ્યા છે કે ‘સરકાર બેરોજગારીની સમસ્યાનો ઉકેલ લાવી શકતી નથી. “પ્રિયંકા ગાંધીએ દાવો કર્યો, ‘આ ભાજપ સરકારનું સત્ય છે. આજે દેશનો દરેક યુવક સમજી ગયો છે કે ભાજપ રોજગાર આપી શકે નહીં.’

કોંગ્રેસના ચૂંટણી વચનોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, ‘કોંગ્રેસ પાર્ટી પાસે યુવાનોને રોજગાર આપવા માટે નક્કર યોજના છે. 30 લાખ ખાલી પડેલી સરકારી જગ્યાઓ તાત્કાલિક ભરવામાં આવશે, દરેક સ્નાતક/ડિપ્લોમા ધારકને વાર્ષિક રૂ. 1 લાખની એપ્રેન્ટિસશિપ, પેપર લીક સામે નવો કડક કાયદો લાવવામાં આવશે અને સ્ટાર્ટ-અપ્સ માટે રૂ. 5000 કરોડનું રાષ્ટ્રીય ભંડોળ બનાવવામાં આવશે.

Share.

Leave A Reply

Exit mobile version