ધુની મગજના ઉદ્યોગ સાહસિક ઈલોન મસ્કે જાહેરાત કરી છે કે તે સ્ીંટ્ઠ ના ઝ્રઈર્ં માર્ક ઝકરબર્ગ સાથે કેજ ફાઈટ કરશે જેનું ઠ પર લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે. એટલે કે આખી દુનિયા સોશિયલ મીડિયા પર આ ફાઈટને જાેઈ શકશે. ્‌ીજઙ્મટ્ઠ અને સ્પેસએક્સ જેવી કંપનીઓના માલિક ઈલોન મસ્કે ઝકરબર્ગ સાથે પાંજરામાં મુકાબલો કરવા માટે પોતાનું મન બનાવી લીધું છે.
મસ્કે કહ્યું છે કે ઝકરબર્ગ સાથે તેની ફાઈટ થશે ત્યારે તેનું ્‌ુૈંંીિ પર લાઈવ પ્રસારણ કરાશે જે હવે ઠ તરીકે ઓળખાય છે. તેમણે કહ્યું કે આ મેચમાં જે કમાણી થશે તે બધી ચેરિટી માટે વાપરવામાં આવશે.
ઝકરબર્ગ પણ ઈલોન મસ્ક સાથે પાંજરાની અંદર ફાઈટ કરવા માટે તૈયાર થઈ ગયા છે. તેમણે ઈલોન મસ્કની એક ટ્‌વીટના જવાબમાં જણાવ્યું કે “હું કેજ ફાઈટ માટે તૈયાર છું.” તેમણે મસ્કના ટ્‌વીટનો સ્ક્રીનશોટ પણ પોસ્ટ કર્યો છે અને નીચે લખ્યું છે કે “મને લોકેશન મોકલો”.

ગયા મહિને જ ઝકરબર્ગે જિયુ-જિત્સુ નામની ફાઈટના કળામાં બ્લૂ બેલ્ટ મેળવ્યો હતો અને આ ફાઈટ શીખવામાં તેમણે મહત્ત્વની સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તેમણે પોતાના કોચ ડેવ કેમેરિલોની તસવીર શેર કરીને તેમના વિશે ઈન્સ્ટા પોસ્ટમાં માહિતી આપી છે.
ઈલોન મસ્ક આ ફાઈટને ઠ પર લાઈવ પ્રસારિત કરવા માંગે છે જેના માટે ઝકરબર્ગ તૈયાર છે કે નહીં તે જાણી શકાયું નથી. પરંતુ તે આ ફાઈટ કરવા રાજી છે તે નક્કી છે. થોડા દિવસો અગાઉ મેકડોનાલ્ડના એક થ્રેડ પોસ્ટના જવાબમાં તેમણે લખ્યું હતું કે તે ૨૦ નગેટ્‌સ, ૧ ક્વાર્ટર પાઉન્ડર, લાર્જ ફ્રાઈઝ, ઓરિયો મેકફ્લરી, એપલપાઈ અને ચીઝબર્ગર ઓર્ડર કરવા માંગે છે.
ત્યાર બાદ ેંહ્લઝ્રના ફાઈટર માઈક ડેવિસે ફેસબૂકના સ્થાપકને સલાહ આપી હતી કે આવી મેચ માટે તેણે મેકડોનાલ્ડનું ભોજન ટાળવું જાેઈએ. તેના જવાબમાં ઝરકબર્ગે લખ્યું કે તે વજન ઘટાડવા નથી માંગતા અને તેને પોતાની રોજની એક્ટિવિટીને પહોંચી વલવા માટે ૪૦૦૦ કેલેરીની જરૂર છે.

કેટલાક લોકો સોશિયલ મીડિયા પર કહે છે કે આ સદીની આ સૌથી મહત્ત્વની ફાઈટ સાબિત થશે. અગાઉ ક્યારેય આટલી મોટી સંખ્યામાં લોકોએ આવી ફાઈટ જાેઈ નહીં હોય. ઈલોન મસ્કે દાવો કર્યો છે કે તેણે બાળપણમાં ટેકવોન્ડો, જુડો અને કરાટેની તાલીમ લીધી છે. આ ઉપરાંત પુખ્તવયે તેણે બ્રાઝિલની માર્શલ આર્ટ દ્ઘૈે-દ્ઘૈં જેની પણ તાલીમ મેળવી છે. માર્ક ઝકરબર્ગ કરતા તેનું વજન વધારે હોવાના કારણે તે ફાઈટમાં ફાયદામાં રહેશે તેમ માનવામાં આવે છે.

Share.
Exit mobile version