રેલવે દ્વારા જલ્દીથી ૨.૪ લાખથી વધુ જગ્યાઓ ભરવાની તૈયારી ચાલી રહી છે. તેનો ઉદ્દેશ્ય મુખ્ય રુપે સુરક્ષા કર્મચારી, સહાયક સ્ટેશન માસ્ટર (એએસએમ),બિન-તકનીકી લોકપ્રિય શ્રેણીઓ (એનટીપીસી)અને ટીકિટ ક્લેક્ટર (ટીસી)ની ભરતી થવાની છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે રાજ્યસભામાં લેખિત પ્રશ્નનો જવાબ આપતા કહ્યું હતું કે રેલવેના દરેક ઝોનમાં ગ્રુપ સીની પોસ્ટમાં ૨,૪૮,૮૯૫ જગ્યાઓ ખાલી છે. જ્યારે ગ્રુપ એ અને બી ના પદોમાં ૨૦૭૦ જગ્યા ખાલી છે.
ભારતીય રેલવે પર ગ્રુપ એ ની સેવા માટે સીધી ભરતી યુપીએસી દ્વારા કરવામાં આવતી હોય છે. હવે યુપીએસી અને ડીઓપીટી પર માંગણી મુકવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે રેલવે વિભાગ દ્વારા હાલમાં જ આરપીએફમાં ૯૭૩૯ કોન્સ્ટેબલ અને સબ ઈન્સપેક્ટર ૨૭૦૧૯, સહાયક લોકો પાયલોટ (એએલપી) અને ટેકનીશિયન ગ્રેડની જગ્યા , ગ્રુપ ડીના પદ પર ૬૨૯૦૭, આરપીએફની ૯૫૦૦ જગ્યા પર ભરતી કરવામાં જાહેરાત કરવામાં આવી છે.

જાણો ક્યા ગ્રુપ માટે શું માંગવામાં આવી છે લાયકાત
ગ્રુપએઃ આ ગ્રુપમાં જગ્યા પર સામાન્ય રીતે યુપીએસસીદ્વારા સિવિલ સર્વિસ પરીક્ષા, એન્જિનિયરિંગ સેવા પરીક્ષા અને સંયુક્ત તબીબી સેવાઓ પરીક્ષા આયોજીત કરી કરી ભરતી કરવામાં આવે છે.
ગ્રુપબીઃ ગ્રુપ બી ની પોસ્ટ માટે ડેપ્યુટેશનના આધારે ગ્રુપ સી ના રેલ્વે કર્મચારીઓની સેક્શન ઓફિસર ગ્રેડ-અપગ્રેડેડ પોસ્ટ્‌સને જાેડવામાં આવે છે.
ગ્રુપ સીઃ આ ગ્રુપમાં જગ્યાઓ સામાન્ય રીતે સ્ટેશન માસ્ટર, ટિકિટ કલેક્ટર, ક્લાર્ક, કોમર્શિયલ એપ્રેન્ટિસ, સુરક્ષા સ્ટાફ, ટ્રાફિક એપ્રેન્ટિસ, એન્જિનિયરિંગ પોસ્ટ્‌સ (ઇલેક્ટ્રિકલ, સિગ્નલ અને ટેલિકોમ, સિવિલ, મિકેનિકલ) વગેરેનો સમાવેશ થાય છે.
ગ્રુપડીઃ આ ગ્રુપની પોસ્ટમાં ટ્રેક-મેન, હેલ્પર, આસિસ્ટન્ટ પોઈન્ટ્‌સ મેન, સફાઈવાળા/સફાઈવાળી, ગનમેન, પટાવાળા અને રેલવે વિભાગના વિવિધ સેલ અને બોર્ડમાં વિવિધ પોસ્ટને સામેલ કરવામાં આવી છે.

Share.
Exit mobile version