ગુજરાતમાં પ્રેમ કરવાની તાલિબાની સજાનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જાે કે, પ્રેમ કરવાની સજા યુવતીને ભગાડી જનારના ભાઈને મળી છે. મોરવા હડફ તાલુકાના વાડોદર ગામે બનેલી આ ઘટનાથી અરેરાટી મચી ગઈ છે. લોકોએ યુવકને ઝાડ સાથે બાંધી ઢોર માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.

યુવતીને ભગાડી જવાના મામલે યુવકને ઝાડ સાથે બાંધી તાલિબાની સજા કરવામાં આવી હતી. પીડિત યુવક યુવતીને ભગાડીજનારનો ભાઈ હોવાનું સામે આવ્યું છે. આ બનાવને લઈને પોલીસ એક્શનમાં આવી છે. મોરવા હડફ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા ૧૮ ઈસમોને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.

 

 

 

Share.
Exit mobile version