રશિયામાં લિંગ પરિવર્તન સર્જરી પર પ્રતિબંધ લગાવીદેવાયો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દેશમાં લિંગ પરિવર્તન સર્જરી પર પ્રતિબંધ મૂકતા કાયદા પર હસ્તાક્ષર કર્યા છે. સ્થાનિક સમાચાર એજન્સી અનુસાર ગઈકાલે આ માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે આ કાયદો સત્તાવાર પોર્ટલ પર પ્રકાશિત કરવામાં આવ્યો છે અને કાયદો જાહેરનામું પ્રસિદ્ધ થતાં જ અમલમાં આવ્યો છે. નવો કાયદો અમલમાં આવતા પહેલા જે લોકોએ લિંગ પરિવર્તન કરાવ્યું છે તેઓને તેનાથી કોઈ અસર થશે નહીં. રશિયન નાગરિકોના સ્વાસ્થ્યનું રક્ષણ કરતો નવો કાયદો લિંગ પરિવર્તનના હેતુ માટે તબીબી સારવાર અને દવાઓના ઉપયોગને ગેરકાયદેસર ગણાવે છે. જાે કે આ પ્રતિબંધ બાળ વિકાસ અને જન્મજાત ખામીઓ તેમજ લૈંગિક ભેદભાવ સાથે સંકળાયેલ આનુવંશિક અને અન્ય સમસ્યાઓ માટે ઉપયોગમાં લેવાતી તબીબી પ્રક્રિયાઓને લાગુ પડશે નહીં.

રશિયાના આરોગ્ય મંત્રાલય હેઠળની એજન્સીઓના મેડિકલ કમિશનર આવી કામગીરી અંગે ર્નિણય લેશે. રશિયામાં, લગ્ન જીવનમાં કોઈપણ સાથી દ્વારા લિંગ પરિવર્તનને કાયદેસર રીતે છૂટાછેડા માટેનું કારણ માનવામાં આવે છે. આ સિવાય જે માતા-પિતાએ લિંગ પરિવર્તન કરાવ્યું હોય તેઓ બાળકની સંભાળ રાખી શકતા નથી. નવા કાયદાનો ઉદ્દેશ્ય રશિયન સમાજના બંધારણીય નૈતિક સિદ્ધાંતો અને કૌટુંબિક મૂલ્યોનું જાળવણી તેમજ લોકોના સ્વાસ્થ્ય, ખાસ કરીને બાળકોના સ્વાસ્થ્યનું રક્ષણ કરવાનો છે.

Share.
Exit mobile version