સંસદના ચોમાસા સત્રમાં મણીપુર મુદે સરકારને ઘેરવા વિપક્ષ પૂરેપૂરું જાેર લગાડી રહી છે. વિપક્ષ દ્વારા સરકાર સામે લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ૮ ઓગસ્ટથી ૧૦ ઓગસ્ટ સુધી ચર્ચા કરવામાં આવશે. વડાપ્રધાન મોદી ૧૦ ઓગસ્ટે અવિશ્વાસ પ્રસ્તાવનો જવાબ આપશે. વિપક્ષ સંસદમાં મણિપુર મુદ્દા પર ચર્ચા અને વડાપ્રધાનના નિવેદનની માંગ કરી રહ્યો છે. આ માટે વિપક્ષે અવિશ્વાસની દરખાસ્ત લાવવાનો ર્નિણય કર્યો હતો જેથી સરકારના પ્રમુખ તરીકે વડાપ્રધાન અવિશ્વાસ પ્રસ્તાવ પર સંસદમાં જવાબ આપે. સરકાર પાસે બહુમતી છે તેથી અવિશ્વાસ પ્રસ્તાવથી સરકારને કોઈ મુશ્કેલી નહીં પડે.

૨૬ જુલાઈએ જ કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈ તરફથી લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ માટે નોટિસ દાખલ કરવામાં આવી હતી. તે દરમિયાન તેલંગાણામાં સત્તારૂઢ ભારત રાષ્ટ્ર સમિતિ દ્વારા કેન્દ્ર સરકાર વિરુદ્ધ અલગથી અવિશ્વાસ પ્રસ્તાવ માટે નોટિસ પણ આપવામાં આવી હતી.

જાે કે સંસદમાં વડાપ્રધાન મોદીની આગેવાની હેઠળની સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવી અશક્ય છે. કારણ કે ભારતીય જનતા પાર્ટી નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ સાથે પૂર્ણ બહુમતીમાં છે. અહીં વિપક્ષનું કહેવું છે કે આના માધ્યમથી પીએમ મોદીને મણિપુર હિંસા મુદ્દે બોલવા માટે મજબૂર થવું પડ્યું છે.

Share.
Exit mobile version