ભારતીય અમેરિકી અર્થશાસ્ત્રી રાજ ચેટ્ટીને અમેરિકી સપનાને સાકાર કરવામાં આવતા અવરોધો અને ભ્રમની સ્થિતીને દૂર કરવા માટે એક વિશાળ ડેટાનો ઉપયોગ કરવા બદલ હાર્વર્ડ યુનિવર્સિટીએ પ્રતિષ્ઠિત જ્યોર્જ લેડલી પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.
ચેટ્ટી હાર્વર્ડ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના વિલિયમ એ.એકમેન પ્રોફેસર અને ઓપોર્ચ્યુનિટી ઈનસાઇટ્‌સના નિર્દેશક છે. યુનિવર્સિટી પ્રોવોસ્ટ અન મુખ્ય શૈક્ષણિક અધિકારી એલન એમ.ગાર્બરે કહ્યું કે આર્થિક ગતિશીલતા પર રાજ ચેટ્ટીનું અભૂતપૂર્વ કામ અને નીતિ નિર્માતાઓ સાથે આ ડેટાને શેર કરવાના તેમના પ્રયાસ અમેરિકી સપનાને બધા માટે વધારે સુવિધાજનક બનાવે છે.

એક અજાણ્યા કર રેકોર્ડનો ઉપયોગ કરીને તેમણે આ વિશાળ ડેટા તૈયાર કર્યો હતો. રાજ ચેટ્ટી કહે છે કે મારી પૃષ્ઠભૂમિને કારણે જ મને આ કામ કરવાની પ્રેરણા મળી હતી. હું નવ વર્ષનો હતો ત્યારે માતા પિતા સાથે અમેરિકા આવી ગયો હતો. તે કહે છે કે મેં ફક્ત નવી દિલ્હી અને અમેરિકા વચ્ચે જ અંતર નથી જાેયું પરંતુ મેં મારા અને મારા પિતરાઈ ભાઈઓ વચ્ચે પણ અસમાનતા જાેઈ છે.

Share.
Exit mobile version