સપ્તાહના પ્રથમ દિવસે શેર માર્કેટમાં તેજીનો માહોલ જાેવા મળ્યો છે. પ્રથમ દિવસે કારોબારમાં બીએસઇ સેન્સેક્સ ૦.૩૫ ટકાના વધારા સાથે ૨૩૨.૨૩ પૉઇન્ટ ઉપર રહ્યો હતો, આ સાથે જ બીએસઇ ઇન્ડેક્સ સેન્સેક્સ ૬૫,૯૫૩.૪૮ પર બંધ રહ્યો હતો, તો વળી, એનએસઇ નિફ્ટી પણ આજે ઉપર રહ્યો હતો. કારોબારના અંતે આજે એનએસઇ ઇન્ડેક્સ નિફ્ટી ૦.૪૧ ટકા સાથે ૮૦.૩૦ની તેજી સાથે ૧૯,૫૯૭.૩૦એ બંધ રહ્યો હતો, આજે માર્કેટમાં બન્ને ઇન્ડેક્સ ઉપર રહ્યાં હતા.
આજે માર્કેટમાં તેજી જાેવા મળી હતી, દિગ્ગજ રિલાયન્સ અને એચડીએફસી બેન્કના કારોબારો સારા રહ્યાં હતા. આઇટી અને ફાર્મા શેરોમાં પણ ખરીદી જાેવા મળી હતી. ડિવીઝ અને સન ફાર્મા ૨ ટકાથી પણ ઉપર રહી હતી. સારી કૉમેન્ટ્રી અને બ્રૉકરેજ અપગ્રેડથી એમએન્ડએમના શેર ૩ ટકા ઉપર કારોબાર કરી રહ્યાં હતા. વળી, નૉમૂરાએ પમ સ્ટૉકે પણ ૧૯૭૮નો લક્ષ્ય આપ્યો છે. ઓવરઓલ આજે શેર માર્કેટમાં તેજી જાેવા મળી હતી.

સપ્તાહનું પ્રથમ ટ્રેડિંગ સત્ર ભારતીય શેરબજાર માટે ખૂબ જ શાનદાર રહ્યું છે. આઈટી અને ફાર્મા શેરોમાં ખરીદીને કારણે બજારમાં તેજી જાેવા મળી હતી. મિડ કેપ અને સ્મૉલ શેરોમાં પણ રોકાણકારોની ખરીદી જાેવા મળી રહી છે. આજના કારોબારના અંતે બીએસઈસેન્સેક્સ ૨૩૨પોઈન્ટના ઉછાળા સાથે ૬૫,૯૫૪ પોઈન્ટ પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૮૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૯,૫૯૭ પોઈન્ટ પર બંધ થયો છે.
આજના કારોબારમાં ઓટો, આઈટી, ફાર્મા, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ, કન્ઝ્‌યુમર ડ્યુરેબલ્સ, ઈન્ફ્રા, એફએમસીજી સેક્ટરના શેરમાં ખરીદારી જાેવા મળી રહી છે. જ્યારે બેન્કિંગ, મેટલ્સ, મીડિયા સેક્ટરના શેરોમાં વેચવાલી હતી. મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં સતત ચમક જાેવા મળી રહી છે. મિડ કેપ ઈન્ડેક્સ પણ ૦.૫૦ ટકાના વધારા સાથે બંધ થયો હતો. સેન્સેક્સના ૩૦ શેરોમાંથી ૨૧ વધ્યા અને ૯ નુકસાન સાથે બંધ થયા. જ્યારે નિફ્ટીના ૫૦ શેરોમાંથી ૩૬ શેરો તેજી સાથે અને ૧૪ ઘટાડા સાથે બંધ થયા હતા.
શેરબજારમાં આવેલી તેજીના કારણે રોકાણકારોની સંપત્તિમાં જાેરદાર ઉછાળો આવ્યો છે. બીએસઈપર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. ૩૦૫.૩૫ લાખ કરોડ સુધી પહોંચી ગયું છે, જે અગાઉના ટ્રેડિંગ સેશનમાં ૩૦૪.૦૪ લાખ કરોડ રૂપિયાનું હતું. આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૧.૩૧ લાખ કરોડનો વધારો જાેવા મળ્યો છે.

Share.
Exit mobile version