Stock Market

Stock Market: મંગળવારે ભારતીય શેરબજારની શરૂઆત મજબૂતી સાથે થઈ. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ ૧૮૮ પોઈન્ટના વધારા સાથે ૭૭,૨૬૧ પર ખુલ્યો હતો, પરંતુ શરૂઆતના વેપારમાં તે થોડો ઘટાડો સાથે ૭૭,૦૭૬ પર ફ્લેટ ટ્રેડ થતો જોવા મળ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 23 લીલા નિશાનમાં અને 7 લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 0.22% અથવા 51 પોઈન્ટના વધારા સાથે 23,396 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટીના ૫૦ શેરોમાંથી ૩૬ લીલા નિશાનમાં, ૧૩ લાલ નિશાનમાં અને ૧ શેર યથાવત ટ્રેડ થઈ રહ્યો હતો.

મંગળવારે નિફ્ટી પેકમાં ટોચના લાભાર્થીઓમાં એપોલો હોસ્પિટલ્સ (2.78%), BPCL (1.97%), અલ્ટ્રાટેક સિમેન્ટ (1.88%), વિપ્રો (1.35%) અને શ્રીરામ ફાઇનાન્સ (1.32%) હતા. બીજી તરફ, ઘટેલા મુખ્ય શેરોમાં કોટક બેંક, NTPC, અદાણી એન્ટરપ્રાઇઝ, SBI અને ONGCનો સમાવેશ થાય છે.

ક્ષેત્રીય સૂચકાંકોમાં, નિફ્ટી હેલ્થકેર ઇન્ડેક્સમાં સૌથી વધુ 1.06%નો વધારો જોવા મળ્યો. વધુમાં, નિફ્ટી ઓટો (0.84%), નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસીસ (0.01%), નિફ્ટી FMCG (0.53%), નિફ્ટી IT (0.68%), નિફ્ટી મીડિયા (0.91%), નિફ્ટી મેટલ (0.63%), અને નિફ્ટી ફાર્મા (0.80) %) માં પણ વધારો નોંધાયો.

Share.
Exit mobile version