Real Estate

સરકારી બાંધકામ કંપની NBCC એ ગ્રેટર નોઇડામાં એક નવા પ્રોજેક્ટમાં 1233 ફ્લેટ ઇ-ઓક્શન દ્વારા વેચ્યા છે. કંપનીએ આ ફ્લેટ કુલ 3217 કરોડ રૂપિયામાં વેચી દીધા છે. NBCC માટે આ એક મોટી સિદ્ધિ છે, આ સાથે તે કંપનીને નાદાર આમ્રપાલી ગ્રુપના અટકેલા પ્રોજેક્ટ્સને પૂર્ણ કરવામાં મદદ કરશે. સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર, NBCC દ્વારા આમ્રપાલીના અટકેલા પ્રોજેક્ટ્સને પૂર્ણ કરવા માટે ‘આમ્રપાલી સ્ટોલ્ડ પ્રોજેક્ટ્સ ઇન્વેસ્ટમેન્ટ્સ રિકન્સ્ટ્રક્શન એસ્ટાબ્લિશમેન્ટ’ (ASPIRE) ની રચના કરવામાં આવી છે.

જાહેર ક્ષેત્રની કંપની NBCC ને 38,000 ફ્લેટ પૂર્ણ કરવા અને ઘર ખરીદનારાઓને સોંપવા માટે કહેવામાં આવ્યું છે. NBCC એ મંગળવારે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે ઈ-ઓક્શન દ્વારા એસ્પાયર ગોલ્ફ હોમ્સમાં 1233 ફ્લેટ સફળતાપૂર્વક વેચી દીધા છે. સંબંધિત ચાર્જ સિવાય કુલ વેચાણ કિંમત રૂ. ૩૨૧૬.૯૫ કરોડ છે. ‘એસ્પાયર ગોલ્ડ હોમ્સ’ પ્રોજેક્ટમાં ૧૧ ટાવર્સમાં કુલ ૧૫૦૭ ફ્લેટ છે. NBCC એ અગાઉ 274 ફ્લેટ વેચ્યા હતા.

આ ઈ-હરાજીને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો. ઘર ખરીદનારાઓ દ્વારા મૂકવામાં આવેલી બોલીઓ અનામત કિંમત કરતા ઘણી વધારે હતી. NBCC એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “આ ભંડોળ બેંક લોનની ચુકવણી સાથે ચાલુ પ્રોજેક્ટ્સની ભંડોળ જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મદદ કરશે.” આ વેચાણ અટકેલા આમ્રપાલી પ્રોજેક્ટ્સને પૂર્ણ કરવામાં અને ઘણા ઘર ખરીદદારો માટે ઘર ધરાવવાનું સ્વપ્ન પૂર્ણ કરવામાં મદદ કરશે.તમને જણાવી દઈએ કે મંગળવારે શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. આ ઘટાડામાં NBCCના શેરમાં પણ ભારે નુકસાન થયું. મંગળવારે, BSE પર NBCC ના શેર રૂ. 4.94 (5.47%) ઘટીને રૂ. 85.33 પર બંધ થયા. NBCC શેરનો 52 સપ્તાહનો ઉચ્ચતમ ભાવ ₹139.90 છે અને 52 સપ્તાહનો નીચો ભાવ ₹70.14 છે. કંપનીનું વર્તમાન માર્કેટ કેપ 23,039.10 કરોડ રૂપિયા છે.

 

Share.
Exit mobile version