PSU

નાણાંકીય વર્ષ ૨૦૨૫માં જાહેર ક્ષેત્રની કંપનીઓ (પીએસયુ)એ શાનદાર પ્રદર્શન કર્યું છે અને રોકાણકારોને રેકોર્ડબ્રેક ડિવિડન્ડ આપ્યું છે. નાણા મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઓફ ડિસઇન્વેસ્ટમેન્ટએ (દીપમ) જણાવ્યું હતું કે આ વર્ષે પીએસયુએ કુલ રૂ. ૧.૫ લાખ કરોડનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. આ સરકારી સાહસો દ્વારા આપવામાં આવેલ અત્યાર સુધીનું સૌથી મોટું ડિવિડન્ડ પે-આઉટ છે.

કોલ ઈન્ડિયા, ઓએનજીસી, બીપીસીએલ જેવી કંપનીઓએ ડિવિડન્ડમાં સૌથી વધુ યોગદાન આપ્યું

કોલ ઈન્ડિયા, ઓએનજીસી, બીપીસીએલ જેવી મોટી પીએસયુ કંપનીઓએ આ વર્ષે ડિવિડન્ડમાં સૌથી વધુ યોગદાન આપ્યું છે.

ઉપરોક્ત કુલ ડિવિડન્ડમાંથી, કેન્દ્ર સરકારને રૂ. ૭૪,૦૧૭ કરોડનું ડિવિડન્ડ મળ્યું છે, જે ગત વર્ષ કરતા ૧૬% વધુ છે તેમ દીપમ સચિવે ઉમેર્યું હતુ. આ ઐતિહાસિક ડિવિડન્ડ ચૂકવણી સરકારને રાજકોષીય ખાધ ઘટાડવા અને મૂડીખર્ચ વધારવામાં મદદ કરશે.

Share.
Exit mobile version