તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ કોઈને કોઈ કારણથી વર્ષ ૨૦૨૩ની શરૂઆત થઈ ત્યારથી ચર્ચામાં છે. ખાસ કરીને રોશનભાભીના રોલમાં જાેવા મળેલી જેનિફર મિસ્ત્રી બંસીવાલે પ્રોડ્યૂસર આસિત કુમાર મોદી પર શારીરિક શોષણનો આરોપ લગાવ્યો ત્યારે તો ટીવી ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો હતો. એક્ટ્રેસે આ સાથે સિંગાપોરમાં શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે આસિતે તેનો લાભ ઉઠાવવાનો પ્રયાસ કર્યો હોવાનું કહ્યું હતું, આ સાથે સેટ પર મહિલા કલાકારોને ઓછું માન મળે છે તેવો ઉલ્લેખ કર્યો હતો. તેણે માર્ચમાં શો છોડી દીધો હતો. બીજી તરફ પ્રિયા આહુજાએ પણ ઘણા સમય પહેલા જ શો છોડી દીધો હતો. હવે, આ બંને એક્ટ્રેસિસ એક નવા પ્રોજેક્ટમાં સાથે દેખાવાની છે. પ્રિયા આહુજાએ હાલમાં જેનિફર મિસ્ત્રી બંસીવાલ સાથેની એક રીલ પોતાના ઈન્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી હતી. જેમાં તે પર્પલ કલરની નવવારી સાડીમાં જાેવા મળી તો જેનિફરે ઓરેન્જ સાડી પહેરી હતી.

બંનેનો મેકઅપ પણ એકદમ હેવી હતો. રીલમાં બંને આલિયા ભટ્ટ અને રણવીર સિંહની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાણી’ના સોન્ગ ‘વોટ જુમકા?’ પર ઠુમકા લગાવતી જાેવા મળી. આ સાથે કેપ્શનમાં લખ્યું હતું ‘અને અમે ફરી સાથે છીએ. કંઈક ખૂબ જ ઉત્સાહિત આવી રહ્યું છે… તમે અનુમાન લગાવી શકો છો? રાહ જુઓ’. પ્રિયાનો પતિ અને ્‌સ્ર્દ્ભંઝ્રના પૂર્વ ડિરેક્ટર માલવ રાજદાએ કોમેન્ટ કરતાં લખ્યું હતું ‘મારી બે પ્રિય’ તો તેના રિપ્લાયમાં જેનિફરે લખ્યું હતું ‘હું તો આ વાત જાણતી જ નહોતી… લોલ… બાય ધ વે અમે ડાન્સ કર્યો માલવ’ તો પ્રિયા માટે લખ્યું હતું ‘લવ યુ પ્રિ… તારી સાથે ફરીથી કામ કરવાની મજા આવી… તમે વધારે શક્તિ મળે’. એક યૂઝરે આસિત મોદીનું નામ લેતા કહ્યું હતું ‘તમે બંને ગોર્જિયસ લાગો છો. બીજી તરફ આસિત મોદીનું દિલ બળી રહ્યું હશે’ તો એકે મજાકમાં લખ્યું હતું ‘આસિતના જીવન પર ક્યાંક વેબ સીરિઝ તો બની બનાવી રહ્યા ને?’. આ સિવાય કેટલાક ફેન્સે બંનેને નવા પ્રોજેક્ટ માટે શુભકામના પાઠવી હતી અને તેઓ સાડીમાં સારી લાગતી હોવાનું કહ્યું હતું.

આ વર્ષના મે મહિનામાં જેનિફરે ટીવીને આપેલા એક્સક્લુઝિવ ઈન્ટરવ્યૂમાં આસિત કુમાર મોદી પર શારીરિક શોષણનો આરોપ લગાવ્યો હતો. તેણે કહ્યું હતું કે, શોની ટીમ જ્યારે સ્પેશિયલ એપિસોડ માટે સિંગાપોર ગઈ હતી ત્યારે એકવાર રાતે આસિતે તેને ફોન કરીને પોતાના રૂમમાં વ્હીસ્કીની ઓફર આપી હતી. તેણે ના પાડી તો બીજા દિવસે તેઓ તેની પાસે જઈને ઉભા રહ્યા હતા અને હોઠના વખાણ કરતાં કિસ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ સિવાય તેણે પ્રોજેક્ટ હેડ સોહેલ રામાણી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યૂસર જતીન બજાજ પર પણ માનસિક શોષણનો આરોપ લગાવ્યો હતો. પ્રિયા આહુજાએ જેનિફરને સપોર્ટ આપ્યો હતો અને આસિત મોદીએ તેને પણ માલવ રાજદા સાથે લગ્ન કર્યા બાદ કામ આપવાનું ઓછું કરી દીધું હતું. જ્યારે તેણે સામેથી કામ માગ્યું તો હવે ક્યાં નોકરીની જરૂર છે તેમ કહ્યું હતું. જે બાદ તેણે શો છોડવાનું જ નક્કી કર્યું હતું. આ સાથે પ્રિયાએ આસિતે જેનિફર લગાવેલા આરોપોને પણ નકારી કાઢ્યા હતા અને ક્યારેય પણ તેણે તેને સાથી કલાકારો સાથે ખરાબ વર્તન કરતાં ન જાેઈ હોવાનું કહ્યું હતું.

Share.
Exit mobile version