ભારતમાં રૂપેરી પડદે એન્ટ્રી પહેલાં જ ટિકિટ વેચાણ મામલે અન્ય મૂવીને પછાડનાર ઓપેનહાઇમર મૂવીના એક સીન પર લોકો રોષે ભરાયા છે. જે.જે. રોબર્ટ ઓપેનહાઇમરની બાયોગ્રાફી ફિલ્મ ઓપેનહેઇમર ૨૧ જુલાઇના રોજ ભારતીય સિનેમાઘરોમાં રીલીઝ થઇ ગઇ છે. જાપાનના શહેર હિરોશીમા અને નાગાશાકીમાં તબાહી મચાવનાર પરમાણુ બોમ્બના જનક જેં. રોહબર્ટ ઓપેનહાઇમરની બાયોગ્રાફી ફિલ્મમાં એક વાંધાજનક દ્રશ્ય બતાવવાતા દર્શકો મેકર્સ પર ગુસ્સે ભરાયા છે.

ભારતમાં આ ફિલ્મની એડવાન્સ બુકિંગ પણ મોટા પાયે થઇ હતી અને લોકોએ મોટી સંખ્યામાં એડવાન્સ ટિકિટ બુક કરાવી હતી. જાેકે, જ્યારે થિયેટરમાં રહેલા દર્શકોએ ફિલ્મ જાેઈ ત્યારે તેમની ધાર્મિક લાગણીઓને સ્પર્શી ગઈ હતી. વૈજ્ઞાનિક જે. રોબર્ટ ઓપેનહાઇમર હિંદુ મહાકાવ્ય ભગવદ્‌ ગીતા વાંચતો હતો, પરંતુ ફિલ્મમાં તે ઇંટિમેટ સીન દરમિયાન વાંચતો બતાવવામાં આવ્યો છે. હવે આના કારણે ભારતના લોકો ખૂબ જ નારાજ થઇ ગયા છે.

ઓપેનહાઇમરમાં દેખાડવામાં આવેલા આ દ્રશ્યોને દર્શકો તરફથી મિક્સ રિવ્યુ મળી રહ્યો છે.ફિલ્મમાં ઈન્ટીમેટ સીન દરમિયાન ભગવદ ગીતાને બતાવવામાં આવતા દર્શકોએ પોતાનો ગુસ્સો ટ્‌વીટર પર વ્યક્ત કર્યો હતો. એક ટિ્‌વટર યુઝરે ભગવદ ગીતા બતાવવા બદલ ઓપેનહાઇમરની ટીકા કરી હતી. કેટલાક દર્શકોને એ પણ આશ્ચર્ય થયું હતું કે, જ્યારે ભારતમાં ઓપેનહાઇમર રિલીઝ થઈ ત્યારે આ દ્રશ્ય અસ્પષ્ટ કરવામાં આવ્યા હતા પરંતુ ભગવદ્‌ ગીતાનો સંદર્ભ સ્પષ્ટપણે દેખાય છે.

ઘણા લોકોએ એમ પણ કહ્યું કે, આ દ્રશ્ય ઐતિહાસિક રીતે સચોટ કે જરૂરી નથી. અન્ય એક ટ્‌વીટમાં લખ્યું છે કે, ‘ઓપેનહાઇમરમાં એક દ્રશ્ય હતું જ્યાં એક ર્નિવસ્ત્ર છોકરી ઓપેનહાઇમર પાસે ભગવદ ગીતા લાવે છે અને જ્યારે તેઓ એવા સીન કરી રહ્યા હતા ત્યારે તે વાંચે છે. મારા મતે આ ખૂબ જ અપમાનજનક દ્રશ્ય છે.’ ભારતીય-અમેરિકનોના નામના હેન્ડલ પર ટિ્‌વટ કરવામાં આવ્યું હતું કે, ‘આને મંજૂરી આપવા બદલ ભારતના સેન્સર બોર્ડને શરમ આવવી જાેઇએ’.

કેટલાક યુઝરે ફિલ્મનો બચાવ પણ કર્યો હતો. તેમણે લખ્યું, કારણ કે ફિલ્મના પાત્રો ગીતાને ‘પવિત્ર’ માનતા નથી પરંતુ ગીતાને માત્ર ‘સંસ્કૃત’ માને છે. તેથી જ ન્યાય કરવો યોગ્ય નથી. ઓપેનહાઇમરમાં ભગવદ ગીતાનું વિશેષ મહત્વ હતું. કારણ કે, વાસ્તવિક જીવનમાં ઓપેનહાઇમરને સંસ્કૃત પ્રત્યે વિશેષ લગાવ હતો. તેમને ગીતા વાંચવાનો શોખ હતો. તેઓ હંમેશા ધર્મ અને ભાષા વિશે જાણવા માંગતા હતા અને જાણકાર હતા. પરંતુ તેમણે ક્યારેય પોતાને પરંપરાગત હિંદુ કહ્યા નથી. આ ફિલ્મના બોક્સ ઓફિસ ક્લેક્શનની જાે વાત કરીએ તો, આ ફિલ્મનું પ્રથમ દિવસનું કલેક્શન ૧૩.૫૦ કરોડ રહ્યું છે. જેને જાેતા આ ફિલ્મ આ વર્ષની પહેલી હોલીવુડ ફિલ્મ બની છે, જેણે આટલુ દમદાર ઓપનિંગ કર્યું છે. આ પહેલા ૧૨ જુલાઈએ રિલીઝ થયેલી ‘મિશન ઈમ્પોસિબલ ૭’નું ઓપનિંગ ડે કલેક્શન ૧૨.૨૫ કરોડ હતું. બીજી તરફ, ૧૯ મેના રોજ રીલિઝ થયેલી વિન ડીઝલની ‘ફાસ્ટ એક્સ’એ શરૂઆતના દિવસે લગભગ ૧૨ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

Share.
Exit mobile version