Oppo Reno 11A : સ્માર્ટફોન બ્રાન્ડ Oppo એક નવા ઉપકરણ પર કામ કરી રહી છે. તેનું નામ રેનો 11A છે. તાજેતરમાં, આ ફોન બ્લૂટૂથ SIG સર્ટિફિકેશન પર જોવામાં આવ્યો છે, જે સૂચવે છે કે કંપની આ સ્માર્ટફોનને ખૂબ જ જલ્દી માર્કેટમાં લૉન્ચ કરી શકે છે. એક રિપોર્ટ અનુસાર, મોડલ નંબર CPH2603 સાથે દેખાતો ફોન Reno 11F જેવો છે. તો શું આ રેનો 11F રીબ્રાન્ડેડ વર્ઝન હોઈ શકે?
બ્લૂટૂથ SIG સર્ટિફિકેશન પર ફોન વિશે કોઈ ચોક્કસ માહિતી મળી નથી. જો કે, અહેવાલોમાં એવી અટકળો છે કે Reno 11A ને Reno 11F ના રિબ્રાન્ડેડ વર્ઝન તરીકે લાવવામાં આવી શકે છે. એટલું જ બહાર આવ્યું છે કે આવનારા ડિવાઇસમાં બ્લૂટૂથ 5.2 ફીચર હશે.
Reno 11Fમાં 64-મેગાપિક્સલનો ટ્રિપલ કેમેરા સેટઅપ છે. ફોનમાં 32 MPનો સેલ્ફી કેમેરા છે. MediaTekનું ડાયમેન્શન 7050 SoC Reno 11F માં 8GB RAM અને 256GB સ્ટોરેજ સાથે ઇન્સ્ટોલ કરેલું છે.