Lamborghini Temerario: 0 થી 100 km/h ની રફતાર ફક્ત 2.7 સેકન્ડમાં, જાણો કેવી છે લેમ્બૉર્ગિનીની નવી સ્પોર્ટ્સ કાર
લેમ્બોર્ગિની ટેમેરારિયો: લેમ્બોર્ગિનીએ ભારતમાં ₹6 કરોડની કિંમતે ટેમેરારિયો લોન્ચ કરી છે, જે હુરાકનને બદલે છે. તેમાં 4.0-લિટર V8 અને ત્રણ ઇલેક્ટ્રિક મોટર્સ છે, જે 907 bhp ઉત્પન્ન કરે છે. આ કાર 2.7 સેકન્ડમાં 0-100 કિમી/કલાકની ગતિ મેળવે છે.
Lamborghini Temerario: લેમ્બોર્ગિનીએ ભારતમાં સત્તાવાર રીતે નવી ટેમેરારિયો લોન્ચ કરી છે, જેની કિંમત ₹6 કરોડ (એક્સ-શોરૂમ) છે. આ હાઇ-ટેક સુપરકાર પ્રખ્યાત હુરાકનની અનુગામી છે અને લેમ્બોર્ગિનીના ઇલેક્ટ્રિફાઇડ મોબિલિટી તરફ એક મોટું પગલું છે. ટેમેરારિયો 4.0-લિટર ટ્વીન-ટર્બોચાર્જ્ડ V8 એન્જિન દ્વારા સંચાલિત છે જે ત્રણ ઇલેક્ટ્રિક મોટર્સ સાથે કામ કરે છે.
પાવરફુલ હાઇબ્રિડ પર્ફોર્મન્સ:
ફક્ત પેટ્રોલ એન્જિન 789 bhp અને 730 Nm ટોર્ક જનરેટ કરે છે, જ્યારે ઈલેક્ટ્રિક સિસ્ટમ વધારાના 295 bhp અને 2,150 Nm પાવર આપે છે. હાઇબ્રિડ સેટઅપ કુલ 907 bhpનું શૉકિંગ પાવર આઉટપુટ જનરેટ કરે છે, જે કારણે કાર માત્ર 2.7 સેકન્ડમાં 0 થી 100 કિમી/કલાકની ઝડપ પકડી લે છે. કારની મહત્તમ ઝડપ 343 કિમી/કલાક છે.
બેટરી અને રીજેનરેટિવ ટેક્નોલોજી:
કારમાં 3.8 kWhની બેટરી છે જેને 7 kW AC ચાર્જરથી માત્ર 30 મિનિટમાં પૂરી રીતે ચાર્જ કરી શકાય છે. તેમાં શક્તિશાળી રીજેનરેટિવ બ્રેકિંગ પણ છે, જે તેને એનર્જી ઈફીશિયન્ટ બનાવે છે.
એગ્રેસિવ ડિઝાઇન:
ટેમેરારિયોનું નવું ડિઝાઇન શાર્ક-નોઝ ફ્રન્ટ, ક્લિયર લિપ સ્પૉઇલર અને હેક્સાગોનલ LED ડે ટાઈમ લાઈટ સાથે આવે છે. પાછળ હેક્સાગોનલ ટેલ લેમ્પ, સેન્ટ્રલ માઉન્ટેડ એક્ઝોસ્ટ અને શાર્પ સ્ટાઇલના વિંગ મિરર જોવા મળે છે.
બોડિ અને ચેસિસ:
આ કારમાં આગળ 20 ઈંચ અને પાછળ 21 ઈંચના વ્હીલ્સ છે, સાથે હલકી વજન માટે કાર્બન-ફાઈબર વિકલ્પ પણ ઉપલબ્ધ છે. નવા એલ્યુમિનિયમ સ્પેસફ્રેમ ચેસિસ પર બનેલી આ કાર હુરાકેનની સરખામણીમાં 24% વધુ મજબૂત છે, જે બેટર હેન્ડલિંગ આપે છે.
બ્રેકિંગ પાવર:
ટેમેરારિયો 10-પિસ્ટન કૅલિપર્સ સાથે 410 મિમી ફ્રન્ટ ડિસ્ક અને 4-પિસ્ટન કૅલિપર્સ સાથે 390 મિમી રિયર ડિસ્ક વડે પ્રભાવશાળી બ્રેકિંગ પર્ફોર્મન્સ આપે છે.
હાઈટેક ઇન્ટીરિયર:
કારમાં 12.3 ઇંચ ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ડિસ્પ્લે, 8.4 ઇંચ ઇન્ફોટેનમેન્ટ ટચસ્ક્રીન અને 9.1 ઇંચ કો-ડ્રાઇવર સ્ક્રીન છે. કુલ 13 ડ્રાઇવિંગ મોડ્સ આપવામાં આવ્યા છે જેમા “સિટ્ટા”, “સ્ટ્રાડા”, “સ્પોર્ટ” અને “કોર્સા” જેવા સિટિ થી ટ્રેક સુધીના તમામ પરિસ્થિતિઓ માટે વિકલ્પો છે.