તા દત્તા અને વત્સલ શેઠ ૨૦ જુલાઈએ દીકરાના પેરેન્ટ્સ બન્યા હતા. ઈશિતા અને વત્સલે હવે દીકરાનું નામ પાડી દીધું છે અને તેનો ખુલાસો પણ કરી દીધો છે. ઈશિતા દત્તા અને વત્સલ શેઠે ગુજરાતી રિવાજાે પ્રમાણે બાળકનું નામ પાડ્યું છે. ઈશિતા અને વત્સલે તેમના દીકરાનું નામ વાયુ પાડ્યું છે. ઈશિતાએ નામકરણની વિધિનો વિડીયો શેર કર્યો છે. જેમાં જાેઈ શકાય છે કે ઘરની મહિલાઓએ ચાદરનું પારણું બનાવ્યું છે જેમાં ઈશિતા પોતાના દીકરાને સૂવડાવે છે. જે બાદ બધી મહિલાઓ ગાય છે કે ‘ઓળી ઝોળી પીપળ પાન ફોઈએ પાડ્યું વાયુ નામ’. આ રીતે કપલે બાળકના નામનો ખુલાસો કર્યો હતો.
ગુજરાતી લોકો આ ગીત ગાઈને બાળકનું નામ પાડતા હોય છે ત્યારે આ પોપ્યુલર કપલે પણ પરંપરાને અનુસરતાં બાળકનું નામ પાડ્યું હતું. નામકરણ વિધિ માટે ઘરને ફુગ્ગાથી સજાવાયું હતું. ‘ટાર્ઝન ધ વન્ડર કાર’ની પ્રતિકૃતિ રૂપી કાર પણ દિવાલ પર લગાવાઈ હતી. બલૂન પર પણ વાયુ લખેલું જાેવા મળે છે. ઈશિતાએ આ વિડીયો શેર કરતાં લખ્યું, અમારા નાનકડા દીકરાની નામકરણ સેરેમની. વાયુ શેઠ. તમારા પ્રેમ અને આશીર્વાદ માટે આભાર. આ વિડીયો પર ઈશિતા અને વત્સલના ફેન્સ અને મિત્રોએ કોમેન્ટ કરીને વાયુ પર પ્રેમ વરસાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, સોનમ કપૂર અને આનંદ આહુજાએ પણ દીકરાનું નામ વાયુ જ પાડ્યું છે. અગાઉ ઈશિતાએ એક વિડીયો શેર કર્યો હતો, જેમાં બતાવવામાં આવ્યું હતું કે, દીકરાના જન્મ સમયે કઈ રીતે હોસ્પિટલમાં સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. દીકરાના જન્મ બાદ ઈશિતા પોતાના જીવનના આ નવા તબક્કાને માણી રહી છે. ઉલ્લેખનીય છે કે, ઈશિતા દત્તા અને વત્સલ શેઠે ૨૦૧૭માં ઈસ્કોન મંદિરમાં પરિવારના અંગત સભ્યોની હાજરીમાં લગ્ન કર્યા હતા. કપલની પહેલી મુલાકાત ટીવી શો ‘રિશ્તોં કા સોદાગારઃ બાઝીગર’ના સેટ પર થઈ હતી. સાથે કામ કરતાં-કરતાં જ તેઓ પ્રેમમાં પડ્યા હતા અને પછી લગ્ન કર્યા હતા.