iQOO Neo 10 ની લોન્ચ માટે તૈયાર રહો! કંપનીએ લોન્ચિંગ કન્ફર્મ કર્યું, જોઈ લો ફર્સ્ટ લુક

iQOO Neo 10 ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થવા જઈ રહ્યું છે. કંપનીએ સત્તાવાર રીતે તેની પુષ્ટિ કરી છે. આ ફોન Neo 10 શ્રેણીનો બીજો મોડેલ હશે. અગાઉ, iQOO એ આ વર્ષની શરૂઆતમાં iQOO Neo 10R લોન્ચ કર્યું હતું.

iQOO Neo 10: iQOO ભારતમાં Very Soon લોન્ચ કરશે તેનું નવું સ્માર્ટફોન, નામ હશે iQOO Neo 10. કંપનીએ આ માહિતીની ઔપચારિક પુષ્ટિ કરી છે. આ ફોન Neo 10 સિરિઝનો બીજો મોડેલ હશે. અગાઉ, iQOO એ વર્ષની શરૂઆતમાં iQOO Neo 10R લોન્ચ કર્યો હતો. જોકે, ચીનમાં iQOOએ Neo 10 મોડેલ નવેમ્બર 2023માં જ લોન્ચ કરી દીધો હતો, પરંતુ હજી સુધી સ્પષ્ટ થયું નથી કે એ જ વર્ઝન ભારતમાં આવશે કે નવો મોડેલ હશે. કેટલીક રિપોર્ટ્સ અનુસાર, એવું માનવામાં આવી રહ્યું છે કે કંપની તાજેતરમાં લોન્ચ કરાયેલ iQOO Z10 Turbo Pro ને જ ભારતમાં Neo 10 નામથી રજૂ કરી શકે છે.

iQOO Neo 10 નું ડિઝાઇન

iQOOએ તેના નવા ફોનનો ટીઝર જાહેર કર્યો છે, જેમાં ડ્યુઅલ-ટોન ડિઝાઇન જોવા મળી રહી છે. ફોનમાં ઓરેંજ અને વ્હાઈટ કલરનું અનોખું કોમ્બિનેશન જોવા મળ્યું છે, જે તેને બીજા ફોનોથી જુદું બનાવે છે. ફોનના પાછળના ભાગે ડ્યુઅલ કેમેરા સેટઅપ અને લાઇટ રિંગ આપવામાં આવી શકે છે. જોકે, કંપનીએ હજી સુધી તેની ઓફિશિયલ લોન્ચ તારીખ જાહેર કરી નથી. એવું લાગે છે કે iQOO ફરીથી Neo સીરિઝને રિવાઈવ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, કારણ કે 2023માં આવેલા Neo 7 બાદ આ લાઈનઅપમાં કોઈ નવો ફોન જોવા મળ્યો નથી.

iQOO Neo 10 ની અપેક્ષિત સ્પેસિફિકેશન્સ

હવે વાત કરીએ ફોનની અંદરની ખાસિયતોની. Geekbench પર જોવા મળેલી શરૂઆતની લિસ્ટિંગ્સથી એવું જાણવા મળે છે કે આ ફોનમાં Snapdragon 8s Gen 4 પ્રોસેસર હોઈ શકે છે. આ જ ચિપસેટનો ઉપયોગ iQOO Z10 Turbo Proમાં પણ થયો છે, જેના કારણે એ અટકળો વધુ મજબૂત બને છે કે આ ફોન તેનો રિબ્રાન્ડેડ વર્ઝન હોઈ શકે છે.

આ ફોનમાં તમને શું મળી શકે છે:

  • 12GB RAM
  • Android 15 ઓપરેટિંગ સિસ્ટમ
  • 6.78 ઇંચનું FHD+ AMOLED ડિસ્પ્લે
  • 144Hz રિફ્રેશ રેટ
  • 50MP + 8MP ડ્યુઅલ રિયર કેમેરા
  • 16MP ફ્રન્ટ કેમેરા
  • 7,000mAhની શક્તિશાળી બેટરી
  • 120W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ
Share.
Exit mobile version