ખાદ્ય વસ્તુઓ, મશીનરી અને ઉપકરણ, અન્ય વિનિર્માણ, અન્ય પરિવહન ઉપકરણ કિંમતોમાં વધારો થતા ફુગાવો વધ્યો

સરકાર દ્વારા જારી કરાયેલા આંકડાઓ અનુસાર ડિસેમ્બરમાં મોંઘવારી દર ૦.૭૩ ટકા રહ્યો છે. ગત વર્ષે નવેમ્બરમાં તે ૦.૨૬ ટકા હતો.

મોંઘવારી દરમાં થયેલો વધારો ખાદ્ય વસ્તુઓના વધેલા ભાવો દર્શાવે છે. જ્યારે જથ્થાબંધ કિંમત સૂચકાંક (ડબલ્યુપીઆઈ) ગત વર્ષે એપ્રિલથી ઓક્ટોબર ૨૦૨૩ વચ્ચે નકારાત્મક જ રહ્યો હતો. જ્યારે નવેમ્બરમાં તે ૦.૨૬ ટકા સકારાત્મક રહ્યો હતો.


ઉલ્લેખનીય છે કે ડિસેમ્બરમાં ફૂડ ઈન્ફ્લેશન ૯.૩૮ ટકા થઇ ગયું હતું. જે નવેમ્બર ૨૦૨૩માં ૮.૧૮ ટકા હતું. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે સોમવારે એક નિવેદનમાં કહ્યું કે ગત વર્ષે ડિસેમ્બર ૨૦૨૩માં મોંઘવારીમાં તેજી એટલા માટે આવી કેમ કે ખાદ્ય વસ્તુઓ, મશીનરી અને ઉપકરણ, અન્ય વિનિર્માણ, અન્ય પરિવહન ઉપકરણ અને કમ્પ્યૂટર, ઈલેક્ટ્રોનિક્સ તથા ઓપ્ટિકલ પ્રોડક્ટ્‌સ વગેરેની કિંમતોમાં વધારો થયો હતો.

ડિસેમ્બરમાં શાકભાજીનો મોંઘવારી દર ૨૬.૩૦ ટકા રહ્યો હતો. જાેકે દાળનો મોંઘવારી દર ૧૯.૬૦ ટકા રહ્યો હતો. ગત અઠવાડિયે જારી કરાયેલા આંકડા અનુસાર ડિસેમ્બર માટે રિટેલ કે ગ્રાહક મૂલ્ય આધારિત ફુગાવા (સીપીઆઈ) વધીને ૪ મહિનાના ટોચે ૫.૬૯ ટકાએ પહોંચી ગયો હતો. આરબીઆઈએ ગત મહિને તેની દ્વિમાસિક નાણકીય નીતિમાં વ્યાજદરો સ્થિર રાખ્યા હતા અને નવેમ્બર તથા ડિસેમ્બરમાં ખાદ્ય વસ્તુઓના ભાવ વધવાના જાેખમો વિશે સંકેત આપ્યા હતા.

Share.

Leave A Reply

Exit mobile version