અત્યારે જીય્ હાઈવે ગમખ્વાર અકસ્માત બાદ તથ્ય પટેલની નિંદા થઈ રહી છે. પૂર ઝડપે આવેલી વ્હાઈટ જેગુઆર ગાડીએ ૨ પોલીસ અધિકારીઓ સહિત ૯ લોકોના જીવ લીધા હતા. તેવામાં હવે આવોજ કમકમાટી ભર્યો કેસ ૨૦૧૩માં વિસ્મય શાહનો હતો. જે દરમિયાન વસ્ત્રાપુર હિટ એન્ડ રન કેસમાં વિસ્મય શાહને નિચલી કોર્ટે ૫ વર્ષ જેલની સજા ફટકારી હતી. તેવામાં આ કેસમાં સજા ભોગવ્યા બાદ વિસ્મય શાહને આ સપ્તાહે જેલમાંથી છોડી મૂકવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે જજિસ બંગ્લોસ સાઈટ તેણે મ્સ્ઉ કારથી ૨ લોકોને જાેરદાર ટક્કર મારી હતી. જેમનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.

ઉલ્લેખનીય છે કે અગાઉ તેને જામીન પર છોડવામાં આવ્યો હતો ત્યારપછી એક વર્ષ જેલમાં તેણે જેલમાં વિતાવ્યું હતું. તેણે આ કેસ અંગે સર્વોચ્ચ અદાલતમાં પણ અપીલ કરી હતી જેણે ૨૦૨૦માં તેની અપીલને નકારી દીધી હતી. આ દરમિયાન તેને આત્મસમર્પણ કરીને બાકીની જે મુદત છે તેને પૂરી કરવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. વિસ્મય શાહના વકીલે જણાવ્યું કે તેને ઓથોરિટિઝે રજાઓ અને હકદાર દિવસોના આધારે રાહત આપી હતી. આ દરમિયાન તેણે જે ફર્લો વાપર્યો નથી. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૩માં વિસ્મય શાહે ફેબ્રુઆરી દરમિયાન શિવમ દવે અને રાહુલ પટેલ નામના આશાસ્પદ યુવકોને હવામાં ફંગોળ્યા હતા.
જજિસ બંગ્લોઝ રોડ પાસેનો આ અકસ્માત સર્જાયો હતો. આ દરમિયાન તે ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો. જેથી હિટ એન્ડ રનનો ગુનો નોંધી ગણતરીના દિવસોમાં વિસ્મય શાહની ધરપકડ કરવામાં આવી હતી. જાેકે ત્યારપછી તેના પરિવારજનોએ અને સામા પક્ષે એકબીજા સાથે ચર્ચા વિચારણા કરી લીધી હતી.

ત્યારબાદ બંને પરિવારો વચ્ચે સેટલમેન્ટ પણ થઈ ગયું હતું. જાેકે સુપ્રિમ કોર્ટે તો ૫ વર્ષની સજા યથાવત રાખી હતી. કોર્ટે કહ્યું ભલે ૨ પરિવારો વચ્ચે સેટલમેન્ટ થયું છે પરંતુ સજામાં આનાથી કોઈ ફેરફાર નહીં થાય. આર્થિક દ્રષ્ટિકોણથી કરાયેલા કોઈપણ સેટલમેન્ટ વિસ્મયની સજાઓ ઓછી કરવામાં મદદ નહીં કરે.
અખા ગુજરાતમાં અત્યારે અમદાવાદના એસજી હાઈવે પર થયેલા અકસ્માતની જ ચર્ચા થઈ રહી છે. પરંતુ ભૂતકાળમાં પણ અહીં ઘણા અકસ્માતો થયા છે. એક રિપોર્ટ પ્રમાણે એસજી હાઈવે પર થયેલા ૮૭ ટકા અકસ્માતો ઓવર સ્પિડિંગના કારણે જ થયા છે. એટલું જ નહીં બેદકારીથી ડ્રાઈવિંગ કરવું ઘણું મોંઘુ પડી જતુ હોય છે. હજુ કેટલા લોકોનો ભોગ લેવાશે એ સવાલ સામે આવી રહ્યો છે. બીજી બાજુ અમદાવાદમાં આવા હાઈસ્પિડ હાઈવે પર સ્પીડ બ્રેકર લાવવા માટે ચર્ચાઓ થઈ રહી છે. પોલીસ અત્યારે સ્પેશિયલ ડ્રાઈવ પણ ચલાવી રહી છે.

Share.
Exit mobile version