સ્વતંત્રતા દિવસ, ૨૦૨૩ના અવસરે કુલ ૯૫૪ પોલીસ કર્મચારીઓને પોલીસ મેડલ એનાયત કરવામાં આવ્યા છે. ૦૧ સીઆરપીએફજવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ (પીપીએમજી) એનાયત કરવામાં આવ્યા છે, ૨૨૯ને વીરતા માટે પોલીસ મેડલ (પીએમજી) એનાયત કરવામાં આવ્યા છે. પ્રતિષ્ઠિત સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ (પીપીએમ) ૮૨ ને અને ૬૪૨ને મેરીટોરીયસ સર્વિસ માટે પોલીસ મેડલ (પીએમ) એનાયત કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતના ૨૦ પોલીસ અધિકારીઓને મેડલથી સન્માનિત કરવામાં આવ્યાં છે. રાજ્યમાં ૧૮ પોલીસ કર્મીઓને મેરીટોરીયસ સર્વિસ માટે મેડલ એનાયત કરવામાં આવ્યાં છે. જ્યારે બે પોલીસ કર્મચારીઓને રાષ્ટ્રપતિ મેડલ એનાયત કરવામાં આવ્યાં છે. એડીજીપીગાંધીનગર ખુર્શિદ મંઝર અલી અહેમદ તથા આઈબીઓફિસર વિશાલ ચૌહાણને વિશિષ્ટ સેવા બદલ સન્માન કરાશે.

દર વર્ષે ૧૨ ઓગસ્ટે આ મેડલની જાહેરાત કરવામાં આવે છે. ગયા વર્ષે એટલે કે ૨૦૨૨માં ૨૮ મહિલાઓ સહિત કુલ ૧૫૧ પોલીસકર્મીઓને આ મેડલ આપવામાં આવ્યો હતો. જેમાં સીબીઆઈમાંથી ૧૫, મહારાષ્ટ્ર પોલીસમાંથી ૧૧, મધ્યપ્રદેશ પોલીસ અને ઉત્તર પ્રદેશ પોલીસમાંથી ૧૦, કેરળ પોલીસ, રાજસ્થાન પોલીસ અને પશ્ચિમ બંગાળ પોલીસમાંથી ૮ -૮ પોલીસ કર્મીઓને આ સન્માન મળ્યું હતું. ૨૦૨૧માં ૧૫૨ પોલીસકર્મીઓને આ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.

વર્ષ ૨૦૧૮માં તત્કાલિન ગૃહમંત્રી રાજનાથ સિંહે પોલીસકર્મીઓને પ્રોત્સાહિત કરવા માટે જુદી જુદી સેવામાં ૫ પોલીસ મેડલની શરૂઆત કરી હતી. તેમાં ઇન્વેસ્ટિગેશનમાં ઉત્કૃષ્ટતા માટે મેડલ, સ્પેશિયલ ઓપરેશન્સ મેડલ, પોલીસ ઇન્ટરનલ સિક્યુરિટી સર્વિસ મેડલ, અસાધારણ કાર્યક્ષમતા મેડલ અને ઉત્કૃષ્ટ અને અતિ ઉત્કૃષ્ટ સેવા મેડલનો સમાવેશ થાય છે. તપાસમાં શ્રેષ્ઠતા મેડલનો ઉદ્દેશ્ય ગુનાઓની તપાસમાં ઉચ્ચ ધોરણો સાથે નિષ્ઠાપૂર્વક, અસાધારણ સાહસ અને હિંમત દાખવનારા પોલીસકર્મીઓનું સન્માન કરવાનો છે.
ગુજરાતમાં મેરીટોરીયસ સર્વિસ માટે સન્માનિત પોલીસ અધિકારીઓ
(૧) ડો. રાજકુમાર પાંડિયનઃ એડીજીપી( રેલવે)
(૨) સંદિપસિંહઃ આઈજીપી( રાવપુરા, વડોદરા)
(૩) ગિરિરાજસિંહ જાડેજાઃ(એડીએસપીસીએમ સિક્યુરિટી)
(૪) ફિરોજ શેખઃ (એસીપીઅમદાવાદ શહેર)
(૫) જાેબદાસ સુર્યનારાયણપ્રસાદ ગેદ્દમઃ (એસીપીઅમદાવાદ શહેર)
(૬) સુરેન્દ્રસિંહ કુંપાવતઃ (ડીએસપીપંચમહાલ)
(૭) મનોજકુમાર પાટીલઃ (સુરત પીએસઆઈ)
(૮) પ્રવિણકુમાર દેત્રોજાઃ (વડોદરા પીએસઆઈ)
(૯) ખીમજી ફાફલઃ (હેડ કોન્સ્ટેબલ ગાંધીધામ)
(૧૦) દિલિપસિંહ સોલંકીઃ (હેડ કોન્સ્ટેબલ અમદાવાદ)
(૧૧) ભાર્ગવ દેવમુરારીઃ (દેવભૂમી દ્વારકા)
(૧૨) રેખાબેન કેલાટકરઃ (ઈન્ટેલિજન્ટ ઓફિસર, સુરત)
(૧૩) ભરતસિંહ ગોહિલઃ (પીએસઆઈ સુરત)
(૧૪) રાજેન્દ્રસિંહ માસાણીઃ (આસિસ્ટન્ટ ઈન્ટેલિજન્ટ ઓફિસર ગાંધીનગર)
(૧૫) કિર્તિપાલસિંહ પુવારઃ (પીએસઆઈ, સુરત)
(૧૬) રવિન્દ્ર માલપુરેઃ (એએસઆઈ, વડોદરા)
(૧૭) અશોક મિયાત્રાઃ (આસિસ્ટન્ટ ઈન્ટેલિજન્ટ ઓફિસર, સુરત)
(૧૮) નિતા જાંગાલઃ (પીએસઆઈ, ગાંધીનગર)

Share.
Exit mobile version