Hinduja : IIHLના ચેરમેન અશોક હિન્દુજાએ જણાવ્યું હતું કે તેને રિલાયન્સ કેપિટલના રૂ. 9,650 કરોડના એક્વિઝિશન માટે વીમા નિયમનકાર IRDAI તરફથી હજુ સુધી મંજૂરી મળી નથી. તેમણે કહ્યું કે IIHL આ ડીલ માટે નવેમ્બરથી ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI) સાથે સંપર્કમાં છે. તેમણે કહ્યું કે IIHL શક્ય તેટલી વહેલી તકે મંજૂરી મેળવવા માટે આશાવાદી છે અને ઉમેર્યું કે સામાન્ય રીતે આવી મંજૂરી 2-3 મહિનામાં પ્રાપ્ત થાય છે.
હિન્દુજાએ જણાવ્યું હતું કે, IIHL IRDAIની મંજૂરીના 48 કલાકની અંદર બિડની રકમ ચૂકવીને સોદો પૂર્ણ કરશે. RCap માટે રૂ. 9,650 કરોડની બાયઆઉટ પ્રક્રિયાને આખરી ઓપ આપવા માટે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલની 27 મેની સમયમર્યાદામાં માત્ર ત્રણ સપ્તાહનો સમય બાકી છે.