Helmet Tips: હેલ્મેટ પહેરતી વખતે આ મોટી ભૂલ કરે છે વાહનચાલકો, રહે છે જીવનો ખતરો

હેલ્મેટ ટિપ્સ: મોટાભાગના બાઇક સવારો હેલ્મેટ પહેરવામાં કેટલીક નાની ભૂલો કરે છે, જે ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે અને તેના કારણે સવારો હંમેશા જોખમમાં રહે છે.

Helmet Tips: બાઇક ચલાવતી વખતે ફક્ત હેલ્મેટ પહેરવાથી તમારી સલામતી સુનિશ્ચિત થતી નથી, પરંતુ તમે હેલ્મેટ કેવી રીતે પહેરો છો તે પણ તમે તે હેલ્મેટ સાથે કેટલા સુરક્ષિત છો તેના પર આધાર રાખે છે. મોટાભાગના વાહન ચાલકો હેલ્મેટ પહેરે છે પરંતુ કેટલીક ભૂલો કરે છે જેના કારણે તેઓ હેલ્મેટ પહેરવા છતાં હંમેશા જોખમમાં રહે છે. આજે, અમે તમને આવી ભૂલો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેથી તમે હંમેશા સુરક્ષિત રીતે વાહન ચલાવી શકો.

હેલ્મેટ પહેરતી વખતે આ ભૂલો ટાળવી જરૂરી છે, નહીંતર જીવ પર બની શકે છે સંકટ

  • સ્ટ્રેપને વધારે ઢીલો કે ટાઈટ રાખવું
    ઘણા લોકો હેલ્મેટ પહેર્યા બાદ તેની ચિન-સ્ટ્રેપને બહુ વધારે ટાઈટ અથવા બહુ ઢીલો રાખે છે. પરંતુ સાચું માપ એ છે કે સ્ટ્રેપ અને તમારાં થડ વચ્ચે એક આંગળી જેટલી જગ્યા હોવી જોઈએ. જો આ ગેપ ન હોય તો અકસ્માત દરમિયાન હેલ્મેટ તમારા માથાથી સરકી શકે છે અથવા ટાઈટ હોવાને કારણે શ્વાસમાં અવરોધ આવી શકે છે.
  • ઓવરસાઈઝ હેલ્મેટ
    હેલ્મેટ જરૂરથી વધુ ટાઈટ ન હોય એ સારું છે, પણ આ માટે કેટલાક લોકો ઓવરસાઈઝ હેલ્મેટ પહેરે છે. એ પણ ખોટું છે. વધુ મોટું હેલ્મેટ અકસ્માત દરમિયાન માથા પર યોગ્ય રીતે ફિટ ન થવાને કારણે સિરિયસ ઈજાની શક્યતા વધારી શકે છે.
  • હાફ હેલ્મેટનો ઉપયોગ
    હાફ ફેસ હેલ્મેટs ભલે હળવા અને હવાદાર લાગે, પણ તે તમારું ચહેરું સલામત નથી રાખતા. અકસ્માતમાં ચહેરાને ગંભીર ઈજા થવાની શક્યતા રહે છે. ફુલ ફેસ હેલ્મેટ વધુ સુરક્ષિત વિકલ્પ છે.

  • જરૂરથી વધુ હેવી હેલ્મેટ
    ઘણા લોકો વધારે મજબૂત લાગતા હેલ્મેટ પસંદ કરે છે, જે વજનદાર હોય છે. પણ આ ભારે હેલ્મેટ તમારા માથા અને ગરદન પર વધુ દબાણ પાડે છે, જે અકસ્માતમાં ગંભીર ઈજાનું કારણ બની શકે છે.
  • નોન-બ્રાન્ડેડ હેલ્મેટ
    પૈસા બચાવવા કેટલાક લોકો અણજાણ્યા બ્રાન્ડના હેલ્મેટ ખરીદે છે, જે ઘણી વખત ISI પ્રમાણિત નથી હોતા. આવા હેલ્મેટ સંપૂર્ણ સુરક્ષા નથી આપતા. હંમેશા ISI સર્ટિફાઈડ હેલ્મેટ પસંદ કરવો જોઈએ, કારણ કે એજ તમારા જીવ માટે સાચા અર્થમાં રક્ષણ આપે છે.
Share.
Exit mobile version