Girl Smart Airport Hack: વિમાનમાં વધારાના સામાનના ચાર્જથી બચવા યુવતીએ ગર્ભવતી બનવાનું નાટક કર્યુ

Girl Smart Airport Hack: દુનિયામાં જુગાડુ લોકોની કોઈ કમી નથી. લોકો અદ્ભુત યુક્તિઓથી મોટી સમસ્યાઓનો ઉકેલ લાવે છે. આવી જ એક યુવતીની વાર્તા સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહી છે.

વધારાના ચાર્જથી બચવા અનોખી યુક્તિ

ગ્રેસ હેલ નામની એક યુવતીએ ઇંગ્લેન્ડથી સ્કોટલેન્ડ જતી રાયનએરની ફ્લાઇટમાં વધારાના સામાન માટેની ફી બચાવવા માટે અનોખી રીત અપનાવી. તેણીએ ઓવરકોટની અંદર ઘણાં જેકેટ છુપાવ્યાં અને બેબી બમ્પનું નાટક કર્યુ.

ગર્ભવતી દેખાવાનું નાટક

20 વર્ષની હેલે વીડિયો શેર કરીને જણાવ્યું કે આ કામ થોડુ શંકાસ્પદ લાગતું હતું, પણ તે માટે મજેદાર અનુભવ રહ્યો. તેણે પોતાને 26 અઠવાડિયાની ગર્ભવતી તરીકે બતાવ્યું, કારણ કે 28 અઠવાડિયાથી વધુ ગર્ભવતી મહિલાને ડૉક્ટરની મંજૂરી લેવી પડે.

કેવી રીતે બનાવ્યો બેબી બમ્પ?

હેલે જેકેટની અંદર મેકઅપ કીટ સેટ કરી કે તે ખરેખર બેબી બમ્પ જેવું દેખાય. તેણે ખાસ ધ્યાન રાખ્યું કે મુસાફરી દરમિયાન એ બમ્પ પડી ન જાય અને કોઇ શંકા ન કરે. નસીબે, આખી મુસાફરી દરમિયાન તેનો આ યત્ન સફળ રહ્યો.

એરલાઇન્સ વધારાના બેગ માટે ચાર્જ વધારી રહી છે, જેનાં કારણે મુસાફરો આવા વિચિત્ર ઉપાયો અજમાવી પૈસા બચાવવાનો પ્રયાસ કરે છે.

Share.
Exit mobile version