અમેરિકાના પૂર્વ ગુપ્તચર અધિકારી ડેવિડ ગ્રુશે સનસનાટી મચાવતો દાવો કર્યો છે કે સરકારના કબજામાં અનેક યુએફઓ (ઉડી શકે તેવી વસ્તુઓ જેની ઓળખ થઇ શકી નથી) અને બિનમાનવીના શરીર છે. આ બિનમાનવીના શરીરને એલિયન તરીકે ઓળખવામાં આવી રહ્યા છે. ગ્રૂશે વોશિંગ્ટનમાં હાઉસ ઓવરસાઈટ કમિટી સમક્ષ આ નિવેદન આપ્યું હતું. જૂનમાં ગ્રૂશે દાવો કર્યો હતો કે અમેરિકી સરકાર બીજી દુનિયાથી આવતા અંતરિક્ષ યાનને શરણ આપી રહી છે. ઓવરસાઇટ કમિટીની સુનાવણી દરમિયાન ગ્રૂશને સવાલ કરાયો હતો કે શું અમેરિકી સરકાર પાસે દુર્ઘટનાગ્રસ્ત યુએફઓઅને તેના પાઈલટ છે? તેના પર ગ્રૂશે જવાબ આપ્યો કે હાં, સરકાર પાસે બિન માનવીના શરીર અને બીજી દુનિયાથી આવેલા એરક્રાફ્ટ છે.

ડેવિડ ગ્રૂશે ૨૦૨૩ સુધી અમેરિકી સંરક્ષણ વિભાગની એજન્સીમાં કામ કર્યું છે. જૂનમાં તેમણે આરોપ મૂક્યો હતો કે સરકાર અમેરિકી કોંગ્રેસથી બીજી દુનિયાથી આવેલા લોકોના પુરાવા સંતાડી રહી હતી. તેમના આરોપો પર વિાદ છતાં રિપબ્લિકનના નેતૃત્વ હેઠળની નિરીક્ષણ સમિતિએ તેમના દાવાઓની તપાસ શરૂ કરી હતી.
ેેજાેકે ગ્રૂશનું કહેવું છે કે મેં મારી નજરે તો કોઈ એલિયનના શરીર કે યુએફઓજાેયા નથી પણ ટોચના અધિકારીઓ સાથે કરેલી વાતચીતના આધારે અમને આ માહિતી મળી છે.

Share.
Exit mobile version