ટીમ ઈન્ડિયાના વિસ્ફોટક બેટર રોહિત શર્મા અને વિરાટ કોહલીને ભારતીય ક્રિકેટ ટીમની કરોડરજ્જુ માનવામાં આવે છે. રોહિત હાલમાં ટેસ્ટ અને વનડે ટીમની કેપ્ટનશીપ સંભાળી રહ્યો છે. જ્યારે, વિરાટ કોહલીએ ઘણા વર્ષો સુધી ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કર્યું. આ બંને દિગ્ગજાે વિશે એક મોટું અપડેટ આવ્યું છે.

વિરાટ અને રોહિત બંને અત્યારે ટીમ ઈન્ડિયાનો ભાગ નથી. ભારતીય ટીમ હાલમાં હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ટી-૨૦ સીરિઝ રમી રહી છે. આ સીરિઝની પ્રથમ મેચમાં પણ તેને ૪ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. રોહિત અને વિરાટ સહિત ઘણા સિનિયરોને શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે.

ભારતીય ક્રિકેટ ટીમના ટોચના સ્ટાર્સ રોહિત શર્મા અને વિરાટ કોહલીને ૨ અઠવાડિયાનો બ્રેક મળવા જઈ રહ્યો છે. વિરામ લીધા પછી આ બંને દિગ્ગજ ખેલાડીઓ એશિયા કપ-૨૦૨૩ કેમ્પ માટે ૨૩ ઓગસ્ટે નેશનલ ક્રિકેટ એકેડમી (દ્ગઝ્રછ)માં રિપોર્ટ કરશે. દ્ગઝ્રછ ૨૪ થી ૨૯ ઓગસ્ટ સુધી એક અઠવાડિયાની શિબિરનું આયોજન કરી રહ્યું છે. રોહિત અને વિરાટ તેમના વ્યસ્ત શેડ્યૂલ પહેલા ખૂબ જ જરૂરી વેકેશનનો આનંદ માણી રહ્યા છે. બંને સિનિયર ૈંઝ્રઝ્ર વર્લ્ડ કપ ૨૦૨૩ની તૈયારીઓ શરૂ કરતા પહેલા એશિયા કપમાં ભાગ લેશે. બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ ઈન્સાઈડસ્પોર્ટને જણાવ્યું હતું કે, “રોહિત અને વિરાટ ૨૩ ઓગસ્ટે દ્ગઝ્રછને રિપોર્ટ કરશે.
આ જાેડી હાલમાં ્‌૨૦ ટીમનો ભાગ નથી કારણ કે મ્ઝ્રઝ્રૈંએ હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં યુવા ટીમની પસંદગી કરી છે. બીસીસીઆઈનું ધ્યાન અત્યારે એશિયા કપ પર છે. આ જાેડી એશિયા કપ માટે ટીમ સાથે જાેડાશે અને મોટી ટુર્નામેન્ટ પહેલા તેમની ફિટનેસ સુધારવા માટે બેંગલુરુમાં દ્ગઝ્રછ ખાતેના કેમ્પમાં જાેડાશે.

Share.
Exit mobile version