Best Mileage Cars: 5 લાખમાં શોધી રહ્યા છો ગાડી? માત્ર Alto નહિ, આ 2 કાર પણ છે બહુ સારું ઓપ્શન
Best Mileage Cars: જો તમારું બજેટ 5 લાખ રૂપિયાની આસપાસ છે અને તમે કાર ખરીદવા માંગો છો, તો ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ છે. ભારતમાં આવી 3 કાર છે, જેની કિંમત લગભગ 5 લાખ રૂપિયા છે. આમાં મારુતિ અલ્ટોનો પણ સમાવેશ થાય છે. આ કારોમાં તમને સારી માઇલેજ અને શાનદાર ફીચર્સ મળશે
Best Mileage Cars: ભારતમાં પોતાની કાર ખરીદવી એ દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેની પાસે એક કાર હોય અને તે કારમાં પોતાના મિત્રો અને પરિવાર સાથે ફરવા જાય, પરંતુ ક્યારેક બજેટના અભાવે આ સ્વપ્ન અધૂરું રહી જાય છે. કારણ કે કારના ભાવ ખૂબ ઊંચા થઈ ગયા છે.
જો તમે સારી કાર ખરીદવા બજારમાં જાઓ છો, તો તમારે ઓછામાં ઓછા 10 લાખ રૂપિયાની જરૂર પડશે. જોકે, આજે પણ ભારતમાં આવી 3 કાર છે, જે લગભગ 5 લાખ રૂપિયાના બજેટમાં મળી શકે છે. આ કારોમાં મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ છે. સારી વાત એ છે કે આ કાર તમને તડકા અને વરસાદથી બચાવી શકે છે. એટલું જ નહીં, આમાં તમને ઉત્તમ માઇલેજ મળે છે. ચાલો જાણીએ કઈ છે તે ગાડીઓ….
Maruti Alto K10
ઓલ્ટો K10 એ એક કિફાયતી એન્ટ્રી-લેવલ કાર છે, જે કિંમતના હિસાબે પૂરતી જગ્યા, સારો ફિટ અને ફિનિશ તેમજ જરૂરી સુવિધાઓ આપે છે. આ કાર ઇંધણ બચતદાયક છે, પૂરતું પર્ફોર્મન્સ આપે છે અને સારી ડ્રાઇવેબિલિટી ધરાવે છે.
આ કારના બેસ મોડલની દિલ્હીમાં ઓન રોડ કિંમત લગભગ ₹4.73 લાખ છે. પેટ્રોલ વેરિઅન્ટમાં આ કાર લગભગ 24.39 kmpl નું માઈલેજ આપે છે.
સૌથી મોટી વાત એ છે કે ઓલ્ટો K10 ભારતમાં લાંબા સમયથી વિશ્વસનીયતાનું પ્રતિક બની રહી છે અને એટલા માટે એ entry-level ખરીદદાર માટે એક લોકપ્રિય પસંદગી છે.
Renault Kwid
આ ફ્રેન્ચ કંપનીની ભારતમાં વેચાતી સૌથી કિફાયતી કાર છે. દિલ્હીમાં ક્વિડની ઓન-રોડ કિંમત ₹5.31 લાખથી લઈને ₹7.38 લાખ સુધી જાય છે, જ્યારે એક્સ-શો રૂમ કિંમત ₹4.70 લાખથી ₹6.45 લાખ સુધીની છે.
ક્વિડ CNG વેરિઅન્ટમાં પણ ઉપલબ્ધ છે.
આ કારમાં એક આધુનિક ડિઝાઇન છે અને તેમાં 5 લોકોને બેસવા માટે પૂરતી જગ્યા છે. Kwid લગભગ 22 km/l નું માઈલેજ આપે છે, જેને કારણે આ કારનું ફ્યુઅલ ઇકોનોમી પોઈન્ટ પરથી પણ સરસ મૂલ્યાંકન થાય છે.
ક્વિડ ખાસ કરીને પોતાની SUV જેવી સ્ટાઈલ અને ડિઝાઇન માટે યંગ ખરીદદારોમાં લોકપ્રિય છે.
Maruti Suzuki S-Presso
આ મારુતિની એક હેચબેક કાર છે, જે દેખાવમાં બિલકુલ SUV જેવી લાગે છે. કારમાં 5 લોકો માટે પૂરતી જગ્યા છે અને તેનો ગ્રાઉન્ડ ક્લિયરન્સ બહુ સરસ છે, જેના કારણે આ કાર ખાબચા ભરેલા રસ્તાઓ પર પણ આરામથી ચાલે છે.
મારુતિ એસ-પ્રેસોની કિંમત ₹4.26 લાખથી શરૂ થાય છે અને ટોપ મોડલની એક્સ-શો રૂમ કિંમત ₹6.12 લાખ સુધી જાય છે.
આ કારમાં આજના સમય પ્રમાણે ઘણા મોડર્ન ફીચર્સ છે, જેમ કે ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, પાવર વિંડોઝ, ડિજિટલ સ્પીડોમીટર અને વધુ.
S-Presso તેમને માટે સરસ ઓપ્શન છે જેમને હેચબેકની કૉમ્પેક્ટનેસ સાથે SUV જેવો અનુભવ જોઈએ છે.