દિવાળીના તહેવારો વચ્ચે અનેક લોકો પોતાના વતન જવા રેલવે-બસનો સહારો લઈ રહ્યા છે. આ દરમિયાન ગઈકાલે સુરત રેલવે સ્ટેશન પર ભારે ભીડને કારણે ભાગદોડ મચી ગયા બાદ એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ઘણા વીડિયોમાં રેલવે પ્લેટફોર્મ પર ખીચોખીચ ભરેલી ટ્રેનો અને મોટી ભીડ જાેઈ શકાય છે. ભીડને કારણે ઘણા મુસાફરો ફસાયેલા છે અને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચી શકતા નથી. એક મુસાફરે એક વીડિયો શેર કર્યો છે. તેણે એમ પણ કહ્યું કે, ભીડને કારણે તેના જેવા ઘણા લોકો ટ્રેનમાં ચઢી શક્યા ન હતા.

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને ડિવિઝનલ રેલ્વે મેનેજર (ડ્ઢઇસ્) વડોદરાને ટેગ કરતા વ્યક્તિએ લખ્યું, ‘ભારતીય રેલ્વેનું મેનેજમેન્ટ સૌથી ખરાબ છે. મારી દિવાળી બરબાદ કરવા બદલ આભાર. જાે તમારી પાસે કન્ફર્મ થર્ડ એસી ટિકિટ હોય તો પણ તમને તે જ મળશે. પોલીસ તરફથી કોઈ મદદ મળી નથી. મારા જેવા ઘણા લોકો ટ્રેનમાં ચડી શક્યા ન હતા. મને કુલ રૂ. ૧૧૭૩.૯૫ રિફંડ જાેઈએ છે.

આ સાથે તે વ્યક્તિએ આગળ લખ્યું, કામદારોના ટોળાએ મને ટ્રેનમાંથી બહાર ફેંકી દીધો. તેઓએ દરવાજા બંધ કરી દીધા અને કોઈને પણ ટ્રેનમાં પ્રવેશવા દીધા નહિ. પોલીસે મને મદદ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી અને પરિસ્થિતિ જાેઈને હસવા લાગી. સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપતા ડ્ઢઇસ્ વડોદરાએ રેલ્વે પોલીસને આ ઘટનાની તપાસ કરવા વિનંતી કરી.

ટ્રેન છૂટી જવાના કિસ્સામાં તમે તમારા રિફંડ માટે દાવો કરી શકો છો. રેલ્વે નિયમો અનુસાર જાે કોઈ મુસાફર ટ્રેન ચૂકી ગયો હોય અથવા ટ્રેન ૩ કલાકથી વધુ મોડી હોય તો આવી સ્થિતિમાં તમે ટિકિટ કેન્સલ કરી શકો છો અને રિફંડનો દાવો કરી શકો છો. પરંતુ તે ધ્યાનમાં રાખવું પડશે કે આ રિફંડ મેળવવા માટે તમારે રેલવેની કેટલીક શરતો પૂરી કરવી જરૂરી છે. આના વિના તમને રિફંડ નહીં મળે. આવી સ્થિતિમાં પેસેન્જર ્‌ડ્ઢઇ ફાઇલ કરીને રિફંડ મેળવી શકાય છે.

Share.

Leave A Reply

Exit mobile version