Adani Wilmar’s March quarter : ગયા નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટર (જાન્યુઆરી-માર્ચ) માટે અદાણી વિલ્મર લિમિટેડનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો રૂ. 156.75 કરોડ હતો, જે 67 ટકાનો ઉછાળો હતો. અદાણી વિલ્મર ફોર્ચ્યુન બ્રાન્ડ હેઠળ ખાદ્ય તેલ અને દૈનિક ઉપભોક્તા માલ (FMCG) બિઝનેસમાં છે. નાણાકીય વર્ષ 2022-23 ના સમાન ક્વાર્ટરમાં, કંપનીએ રૂ. 93.61 કરોડનો ચોખ્ખો નફો મેળવ્યો હતો.
અદાણી વિલ્મરે શેરબજારને આપે લી માહિતીમાં જણાવ્યું હતું કે માર્ચ ક્વાર્ટરમાં તેની કુલ આવક ઘટીને રૂ. 13,342.26 કરોડ થઈ હતી, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 14,185.68 કરોડ હતી. સમગ્ર નાણાકીય વર્ષ 2023-24 વિશે વાત કરીએ તો, ઓછી આવકને કારણે અદાણી વિલ્મરનો ચોખ્ખો નફો ઘટીને રૂ. 147.99 કરોડ થયો હતો, જે નાણાકીય વર્ષ 2022-23માં રૂ. 582.12 કરોડ હતો.