કબીર સિંહ ફેમ નિકિતા દત્તા તેના બોલ્ડ લુક માટે હંમેશા ચર્ચામાં રહે છે. હવે તેણે ચાહકોને તેના લેટેસ્ટ લુકની ઝલક બતાવી છે. નિકિતા દત્તાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના નવા ફોટા પોસ્ટ કર્યા છે, જે ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. નિકિતા દત્તા આ તસવીરોમાં બીચ લુકમાં જાેવા મળી રહી છે. તેણે પોતાની કિલર સ્ટાઇલથી ચાહકોના દિલ જીતી લીધા છે. કબીર સિંહ’ ફેમ એક્ટ્રેસની તસવીરો ખૂબ જ લાઈક અને શેર કરવામાં આવી રહી છે. ફેન્સ કોમેન્ટ સેક્શનમાં કોમ્પ્લીમેન્ટ્‌સ આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, નિકિતા દત્તાએ ફિલ્મ કબીર સિંહમાં જિયા શર્માની ભૂમિકા ભજવીને ચાહકોનું દિલ જીતી લીધું હતું. નિકિતા દત્તા ‘મસ્કા’, ‘ધ બિગ બુલ’ જેવી ફિલ્મોનો ભાગ રહી ચુકી છે. આ સિવાય તે ખાકીઃ ધ બિહાર ચેપ્ટર સિરીઝમાં પણ જાેવા મળી છે. નિકિતા દત્તાની આ તસવીરો આગની જેમ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

Share.
Exit mobile version