હરણ કરીને આણંદના યુવકે મોટો ખેલ પાડી દીધો હતો. ઉલ્લેખનીય છે કે નડિયાદમાં રહેતા વ્યક્તિ અમદાવાદ ખાતે વેસ્ટર્ન રેલવેમા કારમીક ( પર્સનલ ) વિભાગમાં કાર્યાલય અધિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. તેવામાં તેમના દીકરાને સ્ટુડન્ટ વિઝા પર તેમે ૨૦૨૦માં લંડન મોકલ્યો હતો. જ્યાં તે બરાબર સેટ જ થઈ ગયો હતો અને મોટો ખેલ પડી ગયો. એક દિવસ નડિયાદમાં રહેતા તેના પિતા રેલવેમાં નોકરીએ જવા નીકળ્યા હતા. તેઓ ટ્રેનમાં અમદાવાદ પહોંચ્યા કે તરત પત્નીનો ફોન આવ્યો કે આપણા દીકરાનું લંડનમાં અપરહરણ થઈ ગયું છે.

અહીં ૩ બદમાશો આવ્યા છે અને મને ધમકી આપી રહ્યા છે કે તારા દીકરાને જાનથી મારી નાખીશું. ઓફિસે હજુ જાય એ પહેલા જ સતીષભાઈને ફોન આવ્યો કે તેમના દીકરાનું તો લંડનમાં અપહરણ થઈ ગયું છે. તેઓ ઘરે પહોંચ્યા ત્યાં સુધીમાં ૩ બદમાશો જતા રહ્યા હતા પરંતુ એક ચિઠ્ઠીમાં નંબર આપીને ગયા હતા. જે નંબર પર ફોન કરતા જ તેમને એક શખસે ધમકી આપી કે તારા દીકરાને લંડનમાં મારી નાખીશું. કોઈને જાણ પણ નહીં થાય અને તેના શ્વાસ થંભી જશે. આ દરમિયાન આ શખસે ખંડણી માગી હતી અને કહ્યું કે જાે તમે રૂપિયા નહીં આપ્યા તો તમારા દીકરા સાથે અમે કઈપણ કરી શકીશું. ફોન ઉપર જે શખસ વાત કરી રહ્યો હતો તેણે કહ્યું કે તમારા દીકરાએ મારી પાસેથી રૂપિયા ઉધાર લીધા હતા. તે હજુ સુધી એની ચૂકવણી કરી શક્યો નથી એટલે તારી પાસે જેટલા રૂપિયા છે એટલા મને આપી દે. જાે તે રૂપિયા ન આપ્યા તો તારા દીકરાને જાનથી મારી નાખીશ.

ત્યારપછી સતીષભાઈએ જણાવ્યું કે તમે કહો એમ કરીશું અને કહેશો ત્યાં મળવા પણ આવી જઈશું. જેથી કરીને આ ૩ બદમાશોએ તેમને ફાર્મહાઉસ પર બોલાવ્યા હતા. જ્યાં એક બદમાશે વીડિયો કોલ કર્યો ત્યારે એમા તેમના દીકરાને જમીન પર પટકી દેવાયો હતો અને ૪ લોકો તેને ઢોર માર મારી રહ્યા હતા. એટલું જ નહીં એકના હાથમાં લોખંડનો સળિયો પણ હતો. બદમાશોએ લંડનમાં પણ પોતાનું નેટવર્ક રાખ્યું હોય એવી માહિતી મળી રહી છે. એટલે કે આમાંથી આણંદનો જે બદમાશ હતો તે માસ્ટર માઈન્ડ હતો. તેણે લંડન સુધી પોતાનુ નેટવર્ક ફેલાઈ રાખ્યુ હોય એવા દાવાઓ પણ કરાઈ રહ્યા છે.

ત્યારે વીડિયો કોલ પર દીકરાને જાેયા બાદ આણંદના બદમાશે સતીષભાઈને કહ્યું કે જુઓ તમારા દીકરાએ મારી પાસેથી ૨ કરોડ રૂપિયા લીધા છે. હવે જ્યાં સુધી તે પરત નહીં આપો ત્યાં સુધી અને તમારા દીકરાને નહીં છોડીએ. જાેકે તેના પિતાએ કહ્યું કે આટલી મોટી રકમ મારી પાસે ઘરમાં ન હોય. તમે એક કામ કરો પહેલા હું તમને ૧૫ લાખ રૂપિયા આપું છું અને ૨૮ તોલા સોનુ પણ લઈ જાઓ. ત્યારપછી ઈન્સ્ટોલમેન્ટ્‌સમાં રૂપિયા આપી દઈશ. નોંધનીય છે કે ત્યારપછી પણ બદમાશોએ તેમને જવા ન દીધા.

Share.
Exit mobile version