આજકાલ ઓનલાઈન ગેમિંગ ના રવાડે ચડેલા યુવાનો દેવા ના ડુંગર તળે દબાઈ જતા અંતિમ પગલું ભરતા અચકાતા નથી.અને તેમાંય ઓનલાઈન જુગાર રમાડતી એપ્લિકેશન ની જ્યારે ભરમાર જાેવા મળી રહી છે ત્યારે આવા સમયે મોબાઈલ વપરાશકર્તાઓ આવી એપ્લિકેશન ની જાળ માં ફસાઈ જતા જાેવા મળે છે.આવો જ એક બનાવ પંચમહાલ થી સામે આવ્યો જ્યાં એક યુવાન રમી ગેમ રમતા એકાઉન્ટ માંથી પૈસા કપાઈ જતા એક સુસાઇડ નોટ લખી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા નું પગલું ભર્યું છે.

પંચમહાલના ગોધરા રેલવે પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ બાકરોલ રેલવે સ્ટેશન નજીક ઝૂંપડું બાંધી રેલવેના કોન્ટ્રાક્ટમાં મજૂરી કામ કરતા મધ્યપ્રદેશના જાંબુઆના ૩૦ વર્ષીય વિનોદ પારધી નામના યુવકને ઓનલાઈન રમી નામની ગેમ નો એવો ચસ્કો હતો કે તે પોતાની મજૂરી થી કમાયેલા પૈસા આવી ગેમ માં રોકી જુગાર રમતો હતો. કેટલીક વખત સારા પૈસા મળતા પોતાની બચતના અંદાજીત ૩ લાખ રૂપિયા જેટલી માતબર રકમ દાવ પર લગાડી હતી.

જે રકમ હારી જતા વિનોદ ડિપ્રેસનમાં આવી ગયો હતો. પોતે હવે શું કરશે અને પરિવારને શુ મોઢું બતાવશે તેવા વિચારોથી ઘેરાયેલા વિનોદે પોતે એક સુસાઇડ નોટ લખી તેમાં પોતાની વ્યથા વર્ણવી પોતે જ્યાં રહેતો હતો. તે ઝૂંપડપટ્ટી ની સામે રેલવેના નવા બનેલ કવાર્ટરની જાળી પર દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું હતું. પરિવારના આધારસ્તંભ જેવા વિનોદના મોતના સમાચાર સાંભળી પરિવારજનોમાં ઘેરા શોક ની લાગણી વ્યાપી ગઈ હતી. ઘટના ને પગલે ગોધરા રેલવે પોલીસે વિનોદનાં મૃતદેહને પી.એમ અર્થે મોકલી સુસાઇડ નોટ કબજે કરી વધુ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.

કેન્દ્રીય નાણા મંત્રી ર્નિમલા સીતારામણની અધ્યક્ષતામાં મળેલી જીએસટી કાઉન્સિલની ૫૧મી બેઠકમાં કેસિનો, ઓનલાઈન ગેમ પરનો ૨૮ ટકા જીએસટી યથાવત રાખવાનો ર્નિણય લેવાયો હતો. જાેકે ચર્ચા હતી કે બેઠકમાં આ બે સર્વિસ પરનો જીએસટી ઘટાડવામાં આવી શકે છે પરંતુ કાઉન્સિલે કોઈ રાહત આપી નથી. રાહતની વાત ગણો તો સમય છે કારણ કે કાઉન્સિલે કેસિનો, ઘોડદોડ અને ઓનલાઈન ગેમિંગ પર ૨૮ ટકા જીએસટી લાગુ પાડવાની તારીખ ૧ ઓક્ટોબર ગણાવી છે એટલે કે હજુ જીએસટી લાગુ પડવામાં ૨ મહિના જેટલો સમય છે. જીએસટી કાઉન્સિલની બેઠક બાદ પત્રકારોને માહિતી આપતાં સીતારામણે કહ્યું કે ઓનલાઈન ગેમિંગ પર ૨૮% ટેક્સ ૧ ઓક્ટોબરથી લાગુ થશે. જાેકે લાગુ પડ્યાંના ૬ મહિના બાદ એટલે કે એપ્રિલ ૨૦૨૪માં ૨૮ ટકા જીએસટીની સમીક્ષા થશે અને તે પ્રમાણે આગળનો ર્નિણય લેવામાં આવશે.

Share.
Exit mobile version