કાનપુર યુનિવર્સિટી ગીતાના જ્ઞાનને દેશમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાવવા માટે આગળ આવી છે. જે અંતર્ગત કાનપુર યુનિવર્સિટી કેમ્પસમાં ગીતા ચેરની સ્થાપના કરવામાં આવશે. જેથી કરીને લોકો ગીતાના જ્ઞાન વિશે વધુને વધુ જાણી શકે અને સંશોધકો ગીતાના અધ્યાય, શ્લોક અને તેના જ્ઞાન પર સંશોધન કરી શકશે. એટલું જ નહીં આ ગીતા ચેર દ્વારા વિદ્યાર્થીઓને ગીતા વિષય પર પીએચડી કરવાની તક પણ મળશે.

છત્રપતિ શાહુજી મહારાજ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રોફેસર વિનય પાઠકે જણાવ્યું કે કાનપુર યુનિવર્સિટી અને શ્રીમદભગવદ્‌ગીતા ઓર્ગેનાઈઝિંગ કમિટીની મદદથી કાનપુર યુનિવર્સિટીમાં ૧૫ દિવસમાં ગીતા ચેરની સ્થાપના કરવામાં આવશે. જેનાથી આજના સમયના લોકો અને યુવાનો ગીતા વિશે વધુ માહિતી મેળવી શકશે. આનાથી ગીતાનો પ્રચાર તો થશે જ, પરંતુ સંશોધકો પણ ગીતા પર સંશોધન કરી શકશે. કાનપુર યૂનિવર્સિટી આ પહેલા પણ ગીતાને લોકો સુધી પહોંચાડવા માટે ઘણા કાર્યક્રમો કરી ચૂકી છે. કાનપુર યુનિવર્સિટી ગીતા જયંતિને લઈને પણ ઘણા કાર્યક્રમોનું આયોજન કરી રહી છે. આ અંતર્ગત યુનિવર્સિટી સંલગ્ન કોલેજાેમાં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ રહી છે. જેવી રીતે ગીતાના ૧૮ અધ્યાય છે તેવી જ રીતે ૧૮ કોલેજાેને પણ ૧૮ અધ્યાયો પર અલગ-અલગ સ્પર્ધાઓ યોજવા માટે કહેવામાં આવ્યું છે.

Share.
Exit mobile version