ઉત્તર પ્રદેશનાં સિદ્ધાર્થનગર જિલ્લામાં બે બાળકો સાથે ર્નિદયતાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, જિલ્લાના પાથરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત એક ચિકન ફાર્મમાં બે લોકો ઘુસ્યા હતા, જેને કેટલાક લોકોએ પકડી લીધા હતા. આ પછી બંનેને બાળકો સાથે ક્રૂરતાની હદ પાર ન કરવા સુધીની સજા આપવામાં આવી. બંને બાળકોને કથિત રીતે પેટ્રોલનું ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું અને પછી પેશાબ પીવડાવવામાં આવ્યો હતો.

આરોપીઓનું આટલાથી પણ મન સંતુષ્ટ ન થયું તો બાળકના ગુપ્ત ભાગમાં મરચું નાખ્યું હતું. આટલું જ નહીં, આ બાળકો પર ક્રૂરતા આચરતી વખતે તેમણે તેનો વીડિયો બનાવ્યો હતો અને પછી તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો. આ બે બાળકોમાંથી એક માત્ર ૬ થી ૭ વર્ષનો છે. વાયરલ વીડિયોને ધ્યાનમાં લઈને પોલીસ કસ્ટડીમાં ૬ લોકોની પૂછપરછ કરી રહી છે.
ઘટના જાણે એમ બની હતી કે બુધવારે ચિકન ફાર્મમાંથી ૨૦૦૦ રૂપિયા ગાયબ થઈ ગયા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર શંકાના આધારે તે લોકોએ બે માનસિક રીતે વ્યથિત સગીરને ચા આપવાના બહાને પોતાની દુકાને બોલાવ્યા હતા અને પછી તેમના અન્ય સાથીદાર સાથે આવી બર્બરતા આચતી હતી, જેનાથી લોકોના આત્મા હચમચી ગયા હતા.

આઠ છોકરાઓએ આ બે સગીરોને એક બોટલમાં વારાફરતી પેશાબ પીવા માટે દબાણ કર્યું. બંનેના હાથ-પગ બાંધી દીધા હતા અને તેમને નગ્ન કરીને તેમના શરીરમાં પેટ્રોલ નાંખવામાં આવ્યા હતા. બંનેના કપડા ઉતાર્યા બાદ તેમના નાજુક ભાગોમાં ઝીણા સમારેલા લીલા મરચા નાંખવામાં આવ્યા હતા અને સમગ્ર ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો.

બાળકોના માતા અને પિતાએ પોલીસને નિવેદન આપ્યું હતું, જેમાં પોલીસે ૮ નામના આરોપીઓ વિરુદ્ધ દુષ્કર્મ, પોક્સો અને અન્ય કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. આ આરોપીઓમાં ઉમેદ, મોહમ્મદ આકીબ, અબ્દુલ સઈદ, રફીઉલ્લાહ, શેરાલી અને દીપકની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપી સઈદ અને શાપુ હજુ ફરાર છે. તમામ આરોપીઓ પાથરા પોલીસ સ્ટેશનના રહેવાસી હોવાનું કહેવાય છે. પીડિતાના પિતાએ મીડિયાને બાળકની ઘટના વિશે જણાવ્યું અને કહ્યું કે આ ત્રાસની હદ છે. આ સંદર્ભમાં, અધિક પોલીસ અધિક્ષક અભિષેક અગ્રવાલે જણાવ્યું હતું કે આ બાબતની નોંધ લેવામાં આવી છે. જ્યારે પોલીસે ૬ લોકોની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share.
Exit mobile version