બાલાસોર જિલ્લાના બહાનાગા રેલ્વે સ્ટેશન પાસે કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી જવાને કારણે ક્રેશ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં અનેક મુસાફરો ઘાયલ થયા છે. શોધ અને બચાવ કામગીરી માટે ટીમો ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે.
વિશેષ રાહત કમિશનરની કચેરીએ માહિતી આપી હતી કે બાલાસોરના કલેક્ટરને પણ તમામ જરૂરી વ્યવસ્થા કરવા માટે સ્થળ પર પહોંચવા અને રાજ્ય સ્તરેથી કોઈ વધારાની મદદની જરૂર હોય તો SRCને જાણ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
હજુ સુધી એ જાણી શકાયું નથી કે કેટલા લોકો ઘાયલ થયા છે.