સેટ પર હોબાળો કરતાં હોવાનો રોશનભાભી પર આરોપ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની પૂર્વ એક્ટ્રેસ જેનિફર મિસ્ત્રી બંસીવાલ અને પ્રોડ્યૂસ આસિત કુમાર મોદી વચ્ચે ચાલી રહેલા વિવાદમાં નવો વળાંક આવ્યો છે. જેનિફરે થોડા દિવસ પહેલા મુંબઈ પોલીસ સમક્ષ પોતાનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કરાવ્યું હતું અને આખરે કાર્યવાહી કરતાં આસિતની સાથે પ્રોજેક્ટ હેડ સોહેલ રામાણી અને એક્ઝુક્યુટિવ પ્રોડ્યૂસર જતિન બજાજ સામે પણ કેસ નોંધ્યો છે. ત્રણેય સામે એક દિવસ પહેલા પોવાઈ પોલીસે આઈપીસીની કલમ ૩૫૪ અને ૫૦૯ની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. જાે કે, હજી સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. હવે ‘રોશનભાભી’એ પ્રોડ્યૂસરે તેના પર લગાવેલા આરોપો વિશે વાત કરી છે. વાતચીતમાં જેનિફરે કહ્યું હતું કે ‘૨૪ મેના રોજ મેં સ્ટેટમેન્ટ આપ્યું હતું. તે બાદ કેસમાં કોઈ ડેવલપમેન્ટ જાેવા મળી રહ્યું નહોતું. વચ્ચે ફરી એકવાર મને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવી હતી અને ૩ જૂને આસિત મોદીનું સ્ટેટમેન્ટ લીધું હોવાનું જણાવ્યું હતું. તેમના સ્ટેટમેન્ટ બાદ પણ હું ડેવલપમેન્ટની રાહમાં હતી, પરંતુ જ્યારે કંઈ થયું નહીં તો બે દિવસ પહેલા મેં કેસ ફાઈલ કર્યો હતો. હું પોલીસ સ્ટેશનમાં સાડા સાતથી લઈને રાતના ૧૨ વાગ્યા સુધી સ્ટેટમેન્ટ લખાવી રહી હતી. હું શરૂઆતથી કંઈ ઈચ્છતી નહોતી. સમગ્ર મામલે મૌન રહેવા માગતી હતી. પરંતુ તેઓ મને સતત નોટિસ મોકલી રહ્યા હતા. મીડિયામાં કહેવામાં આવ્યું કે, હું સાથી કલાકારોને ગાળો આપતી હતી અને અંદરોઅંદર ઝઘડા કરાવતી હતી. ત્યારે જઈને મેં મારી વાત સામે રાખી હતી. એક્ટ્રેસે ઉમેર્યું હતું કે, ‘તેઓ લાંબા સમયથી શાંત બેઠા હતા. ત્યારે મને કંઈક ગરબડ હોવાનું લાગ્યું હતું. બાદમાં શનિવારે મારા વકીલને લાંબી નોટિસ મળી હતી, જેમાં ૨૨ મેના રોજ તેમણે આઈસીસી નામની એક ઈન્ટરનલ કમિટી બનાવી હોવાનું કહ્યું હતું. કમિટી બનાવવાની વાત પણ નીલા ટેલી ફિલ્મ્સના લેટર હેડ પર લખી હતી, જેના પ્રોડ્યૂસર સામે મેં શારીરિક શોષણનો આરોપ લગાવ્યો છે. આ કમિટીમાં હેર ડ્રેસર, અકાઉન્ટન્ટ અને પર્સનલ આસિસ્ટન્ટ સહિતના વર્કર સામેલ હતા. આ સાથે નોટિસમાં લખ્યું હતું કે, કમિટીની મીટિંગ દરમિયાન હું મારા વકીલને લઈને જઈ શકું નહીં અથવા મીડિયા સામે કંઈ પણ ન કહી શકું. હવે આ જ આસીસી કમિટીને આસિત મોદી તરફથી પત્ર મોકલવામાં આવ્યો છે, જેમાં મને ડી-ફેમ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમાં લખવામાં આવ્યું છે કે, હું દારુ પીને સેટ પર હંગામો કરતી હતી. મેક કો-એક્ટર્સને મારતી હતી અને તેમના પર હાવી થતી હતી. તેમણે તેમ પણ લખ્યું છે કે, તેઓ સેટ પર બધા માટે ફાધર ફિગર છે અને કલાકારો તેમના પરિવારના સભ્યો છે’, તેમ જેનિફરે કહ્યું હતું.

Share.
Exit mobile version