સુમ્બુલ તૌકીર ખાન પર ચારે તરફથી અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે. કારણ કે, તેના પરિવારમાં એક નહીં પરંતુ બે-બે નવા સભ્યોનું આગમન થયું છે. વાત એમ છે કે, એક્ટ્રેસના પિતા તૌકીર ખાનના આખરે બીજીવાર નિકાહ થઈ ગયા છે. સુમ્બુલ જ્યારે છ વર્ષની હતી ત્યારે તેના પેરેન્ટ્‌સ અલગ થયા હતા અને તેના ૧૩ વર્ષ બાદ તેમણે ૧૫ જૂને ફરીથી ‘કુબૂલ હૈ… કુબૂલ હૈ… કુબૂલ હૈ’ કહ્યું. નિકાહના ચાર દિવસ બાદ સુમ્બુલે સોશિયલ મીડિયા પર તેની ઝલક દેખાડતી કેટલીક તસવીરો શેર કરી છે. તૌકીર હસન ખાને ડિવોર્સી અને એક દીકરીની મમ્મી નિલોફર સાથે પ્રાઈવેટ સેરેમનીમાં નિકાહ કર્યા હતા. જેમાં માત્ર પરિવારના સભ્યો અને ખૂબ જ અંગત મિત્રો સામેલ થયા હતા. તૌકીર ખાનની નિકાહ સેરેમની તેમના ઘરમાં જ યોજાઈ હતી. સુમ્બુલે ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ અંગેની પોસ્ટ શેર કરી છે. જેની પહેલી તસવીરમાં તે અને તેની બહેન સાનિયા પિતા તૌકીરને ભેટીને ઉભી છે, તેઓ પણ આ ખાસ દિવસે ઈમોશનલ થયા હશે તેમ લાગી રહ્યું છે. બીજી તસવીરમાં બંને બહેનો વાતો કરી રહી છે અને તે ખાસ ક્ષણને એન્જાેય કરી રહી છે. સુમ્બુલે સ્કાય બ્લૂ કલરની સાડીની સાથે સિલ્વર બ્લાઉઝ પહેર્યો છે, તો સાનિયાએ યલ્લો કલરની સાડી પહેરી છે. બંને નો-મેકઅપ લૂકમાં છે. ત્રીજી તસવીરમાં સુમ્બુલ અને તેના પિતા નમાઝ પઢી રહ્યા છે. તે બાદની બે તસવીરોમાં એક્ટ્રેસ મહેંદી મૂકાવી રહી છે. ત્યારબાદની જે તસવીર છે તેમાં સુમ્બુલ કેક પર રહેલી કેન્ડલને સળગાવી રહી છે. અંતિમ તસવીર સુમ્બુલ, સાનિયા અને તૌકીર ખાનની છે. કેપ્શનમાં લખ્યું છે ‘કહો માશાઅલ્લાહ’, ‘ઈમલી’ની કો-એક્ટ્રેસ રિતુ ચૌધરીએ પરિવારના તમામ સભ્યોને કોમેન્ટ સેક્શનમાં અભિનંદન પાઠવ્યા છે. આ સિવાય ફેન્સે પણ તૌકીર ખાન માટે ખુશી વ્યક્ત કરી છે અને પરિવાર હંમેશા આનંદમાં રહે તેવી શુભકામના પાઠવી છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા તૌકીર ખાને પણ વેડિંગ ફંક્શનની તસવીરો શેર કરી છે. જેમાં તેમની બંને દીકરીઓ સિવાય પરિવારના સભ્યો પણ જાેવા મળી રહ્યા છે. જાે કે, તેમની પત્ની નિલોફર એક પણ તસવીરમાં ન દેખાઈ. પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે ‘આપ તમામના આશીર્વાદથી મારા જીવનના નવા અધ્યાયની શરૂઆત કરી રહ્યો છે. થોડા દિવસ પહેલા આપેલા એક્સક્લુઝિવ ઈન્ટરવ્યૂમાં સુમ્બુલ તૌકીરે તેના પિતાના નિકાહ થવા જઈ રહ્યા હોવાની વાત કહી હતી. આ સાથે તેણે કહ્યું હતું કે, તેઓ બંને બહેનો છેલ્લા ૧૦ વર્ષથી તેના પિતાને બીજા નિકાહ કરવા માટે મનાવી રહી હતી. પરંતુ તેઓ તૈયાર નહોતા. જાે કે, હવે જ્યારે તેમણે હા પાડી છે તો તેઓ તમામ ખુશ છે. આ સાથે તેણે નવા મમ્મી અને નાનકડી બહેનને પરિવારમાં આવકારવાની ઉત્સુકતા દર્શાવી હતી. તો તૌકીર ખાને કહ્યું હતું કે, નિકાહ પહેલા તેઓ નર્વસ છે. તેમની દીકરીઓ ક્યારની લગ્નજીવનને બીજી તક આપવા માટે કહી રહી હતી. આ સાથે તેમણે ઉમેર્યું હતું કે, ‘મારી બંને દીકરીઓએ મોટા પપ્પા સાથે મળીને ષડયંત્ર રચ્યું છે’.

Share.
Exit mobile version