હોટ એન્ડ બ્યૂટીફુલ દિશા પટની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ફરી એકવાર તેણે પોતાના ટ્રેડિશનલ લુકની સાથે હોટનેસનો જલવો બતાવીને ફેન્સને દિવાના બનાવી દીધા છે. આ ફોટોઝમાં દિશા પટની સિલ્વર કલરની સાડીમાં એકદમ હોટ લાગી રહી છે. જેના પર ફેન્સનો જબરજસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. સાડી સાથે દિશા પટનીએ મેચિંગ ડીપ નેક બ્લાઉઝ પહેર્યો છે, જે તેના લુકને એક બોલ્ડ ટચ આપી રહ્યો છે. આ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોમાં દિશા પટની પોતાની પાતળી કમરને ફ્લોન્ટ કરતી જાેવા મળી રહી છે. સાડીમાં દિશા પટનીનું પરફેક્ટ ફિગર જાેવા મળે છે. આ ઉપરાંત તે એકથી એક કિલર પોઝ પણ આપતી જાેવા મળે છે. જણાવી દઇએ કે દિશા પટની અવારનવાર ઇન્સ્ટાગ્રામ પર પોતાના હોટ ફોટોઝ શેર કરીને ફેન્સને દિવાના બનાવતી જાેવા મળે છે. દિશા પટનીની આ તસવીરો પર ફેન્સની સાથે સાથે મૌની રોયે પણ કોમેન્ટ કરી છે અને લખ્યું કે, બેલિસિમા અને એક ફ્લાવર ઇમોજી પણ શેર કર્યુ છે. સોશિયલ મીડિયા પર દિશા પટની ક્યારેક પોતાના ટ્રેડિશનલ લુક, ક્યારેક ગ્લેમરસ અંદાજ તો ક્યારેક બોલ્ડ અવતારમાં ધમાલ મચાવતી જાેવા મળે છે.