મંગળવારે બોલિવુડ એક્ટ્રેસ ક્રિતી સેનનને ફિલ્મ પ્રોડક્શનમાં ઝંપલાવી રહી હોવાની જાહેરાત કરી હતી. ક્રિતી સેનને પોતાના પ્રોડક્શન બેનર બ્લૂ બટરફ્લાય ફિલ્મ્સની જાહેરાત કરી છે. આ નવી પ્રોડક્શન કંપની દ્વારા ક્રિતી સેનન એવી વાર્તાઓ કહેવાનો પ્રયાસ કરવાની છે જે લોકોના હૃદયને સ્પર્શ કરશે. ક્રિતી સેનને પોતાના નવા વેન્ચરની જાહેરાત કરતાં જ ફેન્સ તેનું સ્વર્ગસ્થ એક્ટર સુશાંત સિંહ રાજપૂત સાથેનું કનેક્શન શોધી નાખ્યું છે. સોશિયલ મીડિયા પર લોકો સુશાંતની જૂની પોસ્ટ શેર કરી રહ્યા છે.

સુશાંત સિંહ રાજપૂત અને ક્રિતી સેનને ‘રાબતા’ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. ફેન્સનું માનવું છે કે, ક્રિતીએ સુશાંતને શ્રદ્ધાંજલી આપતાં જ પ્રોડક્શન બેનરનું નામ બ્લૂ બટરફ્લાય પસંદ કર્યું છે. સુશાંત સિંહ રાજપૂતે બ્લૂ બટરફ્લાય ઈમોજીનું મહત્વ સમજવતી એક પોસ્ટ કરી હતી, જેનો સ્ક્રીનશોટ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. એક યુવતીએ સુશાંતને પૂછ્યું હતું કે, તે શા માટે બ્લૂ બટરફ્લાય ઈમોટિકનનો ઉપયોગ કરે છે? જવાબમાં સ્વર્ગસ્થ એક્ટરે કહ્યું હતું, “આ ઈમોજી તમારી અને મારી તેમજ આપણા બધાની વચ્ચે ઉદ્ભવ, રોકી ના શકાય તેવું, ફરીથી ઉઠવાને દર્શાવે છે. એવી લાગણીઓ જેનો તમે વિશ્વાસ કરી શકો, જેનો તમારા જીવનમાં અર્થ હોય પછી તે કેઓસ થિયરી, બટર ફ્લાય ઈફેક્ટ, ફિલોસોફી, સાયન્સ, જટિલ આંકડા વગેરે વગેરે સાથે હોઈ શકે છે. આપણે તેને અનુભવવા પર પણ દર્શાવી શકીએ છે,

હું અહીં આંગળી હલાવું અને ત્યાં તમારા ચહેરા પર સ્મિત આવે તે પડઘો છે, જાદુ છે. મહત્વનું છે કે, ક્રિતી સેનન અને સુશાંત સિંહ રાજપૂત એકબીજા સાથે રિલેશનશીપમાં હોવાની ચર્ચા ‘રાબતા’ના શૂટિંગ વખતે ચાલતી હતી. ક્રિતી સેનનની ટીમે પ્રોડક્શન બેનરનું નામ સુશાંતને શ્રદ્ધાંજલી આપતા રાખ્યું હોવાની વાતની પુષ્ટિ નથી કરી પરંતુ ફેન્સે આ ધારણા બાંધી લીધી છે ફેન્સ ક્રિતીને પ્રેમાળ ગણાવી રહ્યા છે અને તેના વખાણ કરે છે. ક્રિતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લગભગ એક દશકાથી છે. તેણે પોતાનું પ્રોડક્શન હાઉસ શરૂ કરવાની જાહેરાત કરતાં લખ્યું, “હવે ગિયર બદલવાનો સમય આવી ગયો છે. હું છેલ્લા ૯ વર્ષથી આ ઈન્ડસ્ટ્રીમાં છું અને મારા સપનાને જીવી રહી છું.

મેં નાના ડગ માંડ્યા છે, શીખી, વૃદ્ધિ કરીને અને આજે જે એક્ટર છું તે બની. મને ફિલ્મમેકિંગનું દરેક પાસું ગમે છે. હવે સમય આવી ગયો છે વધુ કરવાનો, વધુ બનવાનો, વધુ શીખવાનો અને વધુ વાર્તાઓ કહેવાનો જે મારા દિલને સ્પર્શે અને આશા છે કે, તમારા હૃદય સુધી પણ પહોંચશે. સતત આગળ વધવાનો અને તમારા જાતના સુંદર વર્ઝન બનવાનો સમય છે. આદિપુરુષ’ બાદ ક્રિતીએ તેના પ્રોડક્શન બેનર હેઠળ બની રહેલી ફિલ્મ ‘દો પત્તી’ પર કામ શરૂ કર્યું છે. આ ફિલ્મમાં તે કાજાેલ સાથે જાેવા મળશે. ‘દિલવાલે’ બાદ બંને ફરી એકવાર સાથે કામ કરતાં જાેવા મળશે.

Share.
Exit mobile version