બે દિવસ પછી આઠ માર્ચે ફરી એક વાર આપણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરીશું. આ દિવસે લોકો નારી શક્તિની લાંબી લાંબી બાંગો પોકારશે. પણ જમીની હકીકત કંઈક જૂદી જ છે. મહિલાઓ ઘરોમાંથી બહાર તો નિકળે છે અને પબ્લિક પ્લેસ પર જતાં તેને ન સહન કરવાનું પણ સહન કરવુ પડતુ હોય છે. મહિલાઓ વિરુદ્ધ હિંસાનો અસ્વીકાર્ય બનાવવા માટે કામ કરતી સંસ્થા બ્રેક થ્રૂ ઈંડિયાએ આજે બાયસ્ટેંડર બિહેવિયર પર પોતાનો પ્રથમ સ્ટડી રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં કેટલાય ચોંકાવનારા તારણો સામે આવ્યા છે.
આવતી 8 માર્ચે આપણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરીશું. આ દિવસે અનેક લોકો માત્ર પોતાની નોંધ લેવાય એ માટે સ્ત્રી સશક્તિકરણની મોટી ડિબાંગો પોકારશે. સ્ત્રીઓને પુરુષ સમોવડી બનાવવી જોઈએ, સ્ત્રી સશક્તિ કરણ, આ બધા મુદ્દાઓ પર કેટલાય લોકો અનેક પ્રકારની ચર્ચાઓ કરશે.
- પરંતુ હકીકત શું છે?
- કોઈએ જાણવાનો પ્રયત્ન કર્યો?
- સ્ત્રી સશક્તિકરણની ડિબાંગો પોકારતા લોકોએ ક્યારેય વિચાર્યું કે વાસ્તવિક સ્થિતિ શું છે?
- શું કોઈને ખબર છે કે સમાજની ઘણી મહિલાઓ એવી છે કે જે હજી હિંસાનો ભોગ બની રહી છે?
- આ પ્રકારના 1000 પ્રશ્નો છે કે જે સ્ત્રી સશક્તિકરણ જેવા મુદ્દાઓને જાહેરમાં ચર્ચીને પોતાની દુકાન ચલાવે છે. – પરંતુ મિત્રો સમજવાની જરૂર છે કે વાસ્તવિકતાથી બહુ ઓછા લોકો અજાણ છે?
- શું કોઈને ખબર છે કે કેટલી મહિલાઓ રોજ હિંસા, છેડતી, કે મશ્કરીનો ભોગ બને છે?
આબરુ જવાની બીકે તો કેટલીય મહિલાઓ પોતાની સાથે થયેલા અન્યાયને અવગણીને કે પોતાની સાથે થયેલા દુર્વ્યવહારને અવગણી નાંખે છે અને માત્ર જે-તે સ્થાનેથી પોતાને હેમખેમ દૂર લઈ જઈને હાંશકારો અનુભવે છે. આ મહિલાઓની વેદનાને દરેક વ્યક્તિએ સમજવી પડશે.
હિલાઓ વિરુદ્ધ હિંસાનો અસ્વીકાર્ય બનાવવા માટે કામ કરતી સંસ્થા બ્રેક થ્રૂ ઈંડિયાએ આજે બાયસ્ટેંડર બિહેવિયર પર પોતાનો પ્રથમ સ્ટડી રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં કેટલાય ચોંકાવનારા તારણો સામે આવ્યા છે.
721 લોકો વચ્ચે થયેલા આ ઓનલાઈન સર્વેમાં 91 લોકો સાથે સીધા ઈંન્ટરવ્યૂના માધ્યમથી કરવામાં આવેલા આ સ્ટડીમાં હરિયાણા, બિહાર, દિલ્હી, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, તેલંગણા જેવા રાજ્યોના સમાવેશ થાય છે. મોટા ભાગના સહભાગીઓ, ખાસ કરીને મહિલાઓની હિંસા એક વ્યાપક શબ્દના રૂપમાં ઓળખાણ, જેમાં શારીરિક, માનસિક, મૌખિક અને યૌન શોષણ શામેલ છે. આ સર્વે એ વાત પર પણ પ્રકાશ નાખે છે, જેમાં પિતૃસત્તાક પ્રથાઓ આપણા સમાજમાં ઘર કરી ગઈ છે અને આપણી દિવસેને દિવસે ખરાબ થતી માનસિક સ્થિતીનો સીધો સંબંધ પિતૃકપ્રથાઓમાંથી નિકળે છે.
સર્વેમાં સામે આવેલી વાતો
- 54.6 ટકા લોકોએ જણાવ્યુ છે કે, જાહેર સ્થળોએ મહિલાઓ પર થતી હિંસાને રોકવા માટે પ્રયાસો કર્યા
- 55.3 ટકા લોકો જણાવે છે કે, હિંસાનો સામનો કરતી મહિલાઓ અને છોકરીઓને જોઈ
- 67.7 ટકા લોકો જણાવે છે કે, તેમને હસ્તક્ષેપ કરતા હિંસા અટકાવાઈ
- 78.4 ટકા લોકો જણાવે છે કે, મહિલાઓએ સાર્વજનિક સ્થળો પર હિંસાનો સામનો કર્યો
- 68 ટકા મહિલાઓ જણાવે છે કે, સાર્વજનિક પરિવહનમાં હિંસાનો સામનો કરવો પડ્યો
- 70 ટકા મહિલાઓ જણાવે છે કે, આદર્શ રીતે હિંસાની સ્થિતીમાં મદદ કરશે
- 45.4 ટકા લોકો જણાવે છે કે, તેમણે મહિલા વિરુદ્ધ થતી હિંસામાં હસ્તક્ષેપ કરતા નથી
- 38.5 ટકા લોકો જણાવે છે કે, આવી સ્થિતીમાં તેમને ખબર ન પડી કે શું કરવુ જોઈએ.
- 31 ટકા લોકોએ કહ્યુ કે, તે પોતાની સુરક્ષાને લઈને ચિંતિત હતા
- 11.5 ટકા લોકોને લાગે છે કે, પોલીસના ચક્કર અને કાયદાકીય ગૂંચવણોમાં ફસાઈ જવાનો ડર
આપને જણાવી દઈએ કે, લોકો દ્વારા મદદની પરવાહ ફક્ત એટલા માટે નથી કરતા. પરંતું હિંસા માટે દોષી ઠેરવવા, પોલીસ અને કાયદાકીય પ્રક્રિયામાં ફસાવા જેવા પડકારનો સામનો કરવાના ડરથી લોકો આવી બાબતોમાં દખલ આપતા નથી. ત્યારે આવી સ્થિતીમાં શું કરવુ જોઈએ. આ ન જાણવુ એ પણ એક રીતે તો હિંસાને મૌન સમર્થન જ કહી શકાય.
આપને જણાવી દઈએ કે, લોકો દ્વારા મદદની પરવાહ ફક્ત એટલા માટે નથી કરતા. પરંતું હિંસા માટે દોષી ઠેરવવા, પોલીસ અને કાયદાકીય પ્રક્રિયામાં ફસાવા જેવા પડકારનો સામનો કરવાના ડરથી લોકો આવી બાબતોમાં દખલ આપતા નથી. ત્યારે આવી સ્થિતીમાં શું કરવુ જોઈએ. આ ન જાણવુ એ પણ એક રીતે તો હિંસાને મૌન સમર્થન જ કહી શકાય.
સ્ત્રીઓ પર થતી હિંસાને અટકાવવા આપણે શું કરી શકીએ?
- બાળપણથી જ બાળકોને સમજાવો કે સ્ત્રી એક શક્તિ છે જેનો હંમેશા આદર કરો
- રોડ-રસ્તા પર તમે ક્યાંય પણ જતા હોવ અને સ્ત્રીની છેડતી કે મશ્કરી થતી હોય તો પ્રતિકાર કરો.
- સ્ત્રીને હંમેશા એક શક્તિ સ્વરુપે જુઓ
- સતત એવો પ્રયત્ન કરો કે તમારા દ્વારા કોઈપણ સ્ત્રીને ક્યારેય હર્ટ ન થાય
- સ્ત્રીઓને સન્માન આપો
સ્ત્રીઓએ કઈ બાબતો ધ્યાને રાખવી?
- એક વાત મનમાં ઠસાવી લો કે, તમે એક શક્તિ છો.
- શૃંગાર એવો કરો કે જે એક ભારતીય સ્ત્રીને શોભે
- પોતાની સાથે થતા અન્યાયનો હંમેશા પ્રતિકાર કરો
- પોતાની જાતને એ રીતે કેળવો કે કોઈ આપના પર ખોટી નજર નાખી જ ન શકે
- વસ્ત્રો એવા પહેરો કે જે આપને શોભે
- શક્ય હોય તો, ટૂંકા વસ્ત્રો પહેરવાનું ટાળો કારણ કે તમે એક શક્તિ છો.
- ક્યાંય છેડતી કે મશ્કરી જેવી ઘટના બને તો, આ કૃત્ય કરનારને જાહેરમાં પાઠ ભણાવો
- વાણી અને વર્તન એવા રાખો કે દુષ્ટ વ્યક્તિ તમને જોતા જ નક્કી કરી લે કે, આમને ન છંછેડાય