ગર્લ્ડફ્રેન્ડ મેચ જોવા આવી હોય અને કોઈ ઝીરો પર આઉટ થાય તો તેની મનોસ્થિતિ કેવી હશે? આવુંજ રાજસ્થાન સામેની ગત મેચમાં લખનઉના કેપ્ટન કેએલ રાહુલ સાથે થયું હતું. જોકે ત્યાર બાદ શનિવારે મુંબઈ સામે રમાયેલી મેચમાં કેએલ રાહુલે સદી ફટકારી હતી. આ સદી બાદ રાહુલે તમામ ટીકા કારોની બોલતી બંધ કરી દીધી છે. સાથે તેણે અજીબોગરીબ રીતે સેલિબ્રેશન પણ કર્યું હતું.
રાહુલે 5 છગ્ગા અને 9 ચોગ્ગાની મદદથી 60 બોલમાં 103 રન બનાવ્યા હતા. મુંબઈ સામે પ્રથમ બેટિંગ કરતા લખનઉની ટીમે 4 વિકેટના નુકસાને 199 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈની ટીમ 9 વિકટના નુકસાને 181 રન જ કરી શકી હતી. આમ આ મેચને લખનઉએ 18 રને જીતી લીધી હતી. મુંબઈની આ સતત છઠ્ઠી હાર હતી.સુનીલ ગાવસ્કરે કહ્યું કે સદી ફટકાર્યા બાદ રાહુલ કેમ કામન બંધ કરી લે છે તે મારી સમજમાં આવતું નથી. કારણ કે તમે સદી ફટકારી હોય ત્યારે મેદાન અને બધી જગ્યાએ તમારા નામની વાહ વાહ થતી હોય છે અને તમારે એ સાંભળવી જ જોઈએ. કાન બંધ ન કરવા જોઈએ. પરંતુ જ્યારે તમે 0, 1, 2, 3, 4 કે ઓછા રન પર આઉટ થાઓ ત્યારે લોકોની ટીકાને નજરઅંદાજ કરાવા માટે આ પ્રકારે સેલિબ્રેશન કરવું જોઈએ.
રાહુલના વખાણ
સોશિયલ મીડિયા પર રાહુલના સેલિબ્રેશનના ભારે વખાણ થઈ રહ્યા છે. રાહુલની ગર્લફ્રેન્ડ અથિયા શેટ્ટીએ પણ ઈસ્ટાગ્રામ સ્ટોરી પર સદીની સ્ટોરી શેર કરી હતી. આ તરફ સુનિલ શેટ્ટીએ કહ્યું હતું કે ચુપચાપ મહેનત કરો, તમારી સફળતા શોર મચાવશે.
કેએલ રાહુલને 12 લાખનો દંડ
મેચમાં સ્લો ઓવર રેટ બદલ રાહુલને 12 લાખનો દંડ ફટકારાયો હતો. લખનઉની ટીમે 20 ઓવર પૂરી કરવામાં નિર્ધારિત સમય કરતા વધારે સમય લીધો હતો. આ પહેલા મુંબઈના કેપ્ટન રોહિત શર્માને બેવાર અને દિલ્હીના કેપ્ટન રિષભ પંતને એકવાર દંડ થયો છે.
રાહુલે 43 ટેસ્ટ મેચમાં 7 સદી મારી છે. 42 વન ડેમાં 5 સદી ફટકારી છે. 56 આંતરરાષ્ટ્રીય T20માં 2 સદી મારી છે. જ્યારે ઘરેલુ T20માં 5 સદી મારી છે.