Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»કોણ ખોટુ અંજુ કે પાકિસ્તાનની પોલીસ? ભારતીય મહિલાએ ઈસ્લામ અપનાવવા અને નિકાહ પર કર્યો ધડાકો
    India

    કોણ ખોટુ અંજુ કે પાકિસ્તાનની પોલીસ? ભારતીય મહિલાએ ઈસ્લામ અપનાવવા અને નિકાહ પર કર્યો ધડાકો

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 26, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    પાકિસ્તાનમાં પોતાના ફેસબુકવાળા પ્રેમ નસરુલ્લાહને મળવા માટે ગયેલી ભારતની અંજુએ કથિત રીતે ઈસ્લામ અપનાવી લીધો છે અને નિકાહ કરી લીધા છે. પોલીસે આ મુદ્દે સંકળાયેલી એક એફિડેવિટ પણ જારી કરી છે. તો અંજુનું કહેવું છે કે, તેણે આવું કંઈ કર્યુ નથી. અંજુએ નસરુલ્લાહ સાથે બેસીને એક વીડિયો બનાવ્યો છે. જેમાં તે કહી રહી છે કે, તે પાકિસ્તાન આવી છે એ વાતનો મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે. બંનેના નિવેદનો પણ એકબીજાથી વિરુદ્ધ છે. એનાથી એક વાત સ્પષ્ટ થઈ જાય છે કે કોઈ એક ખોટુ બોલી રહ્યું છે. પાકિસ્તાન પહોંચેલી અંજુ વારંવાર ખોટુ બોલી રહી હોય એવી પણ શક્યતા છે. કે પછી પાકિસ્તાનની પોલીસ જ ફેક દસ્તાવેજ બતાવી રહી છે. રિપોર્ટ્‌સ મુજબ, પાકિસ્તાનમાં અંજુએ પોતાનો ધર્મ પરિવર્તન કરી લીધો છે અને ઈસ્લામ અપનાવી લીધો છે. અહીં તેનું નામ ફાતિમા રાખવામાં આવ્યું છે. પોલીસે કહ્યું કે, અંજુ મંગળવારના રોજ કાળો બુરખો પહેરીને જિલ્લાની કોર્ટમાં પહોંચી હતી. અહીં તેણે એફિડેવિટ આપતા નસરુલ્લાહ સાથે લગ્નની વાત કરી છે. અંજુ જ્યારે પાકિસ્તાન પહોંચી એ પછી નસરુલ્લાહએ સ્થાનિક તંત્રને એક એફિડેવિટ આપ્યું હતું કે, તેમની કહાનીમાં પ્રેમનો કોઈ એન્ગલ નતી. જાે પોલીસના નિવેદનના માની લેવામાં આવે તો બંનેએ લગ્ન કરી લીધા છે અને તંત્રએ પહેલાં જ નસરુલ્લાહ પાસેથી આ પ્રકારની એફિડેવિટ લેવાનું નાટક કેમ કર્યું.

    તો બીજી તરફ, નસરુલ્લાહ અને અંજુના નિકાહની વાતને કેમ માની રહ્યાં નથી. નસરુલ્લાહે નિકાહની વાત સામે આવ્યા બાદ કહ્યું કે, તેના નિકાહ થયા નથી. તે માત્ર સિક્યુરીટી મામલે કોર્ટમાં ગયો હતો. રાજસ્થાનની ૩૬ વર્ષીય અંજુ પોતાના પતિ અને બે બાળકોને છોડીને પાકિસ્તાન ગઈ છે. અંજુ વારંવાર પોતાના નિવેદનો પણ બદલી રહી છે. એક ઈન્ટરવ્યૂમાં અંજુએ કહ્યું હતું કે, તે બધુ જ સમજશે અને વિચારશે પછી જ નસરુલ્લાહ સાથે નિકાહ કરશે. જ્યારે બંનેના નિકાહની વાત સામે આવી તો અંજુએ જ એક વીડિયો જારી કરીને કહ્યું કે, આવું કંઈ નતી. તે માત્ર અહીં ફરવા માટે આવી છે કારણ કે તે તેના મિત્રને મળવા માટે આવી છે. એટલા માટે આને કોઈ મુદ્દો બનાવવામાં ન આવે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Imran Khan: અડિયાલા જેલ વિવાદ: ઈમરાનને લઈને નવાઝ અને પીટીઆઈ વચ્ચે મતભેદ, પરિવાર હજુ પણ અજાણ

    November 27, 2025

    Education: RRB ગ્રુપ D પરીક્ષા આવતીકાલથી શરૂ થશે, 32,348 ખાલી જગ્યાઓ માટે ભરતી

    November 26, 2025

    Maharashtra Municipal Council Elections: 2 ડિસેમ્બરે મતદાન છે, પરંતુ ભાજપે ઘણા વોર્ડમાં ઉમેદવારી પત્રો ભર્યા છે

    November 22, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.