દક્ષિણ અમેરિકી દેશ વેનેજુએલાએ આર્થિક તંગી અને ભયંકર ફુગાવાનો સામનો કરવા માટે 10 લાખ બોલિવરની નવી કરન્સી નોટ જારી કરી છે. આ પહેલા દુનિયાના કોઈપણ દેશે આટલી મોટી નોટ છાપી નથી. વેનેઝુએલાના વર્તમાન ફુગાવા મુજબ 10 લાખ બોલિવરની કિંમત અડધા અમેરિકી ડોલર (આશરે 36 રૂપિયા) હશે. એટલામાં તો ભારતમાં અડધો લીટર પેટ્રોલ પણ નહીં આવે. ક્યારેક તેલની મદદથી ખુબ સંપન્ન લાગનાર વેનેજુએલામાં લોકો હવે ભૂખે મરી રહ્યાં છે. રૂપિયામાં અવમૂલ્યનની સ્થિતિ એ છે કે લોકો બેગ અને કોથળા ભરીને નોટ લઈને આવે છે અને હાથમાં એક પોલીથીન લઈ ઘરનો સામાન ખરીદી લઈ જાય છે.
વેનેજુએલાની કેન્દ્રીય બેન્કે કહ્યું કે, દેશની અર્થવ્યવસ્થાને જોતા આટલી મોટી કરન્સી નોટ જારી કરવી પડી છે. આગામી સપ્તાહે બે લાખ બોલિવર અને પાંચ લાખ બોલિવરની નોટ પણ જારી કરવામાં આવશે. વર્તમાનમાં વેનેજુએલામાં 10 હજાર, 20 હજાર અને 50 હજાર બોલિવરની નોટ ચલણમાં છે. વેનેજુએલામાં ભારતના 1 રૂપિયાની કિંમત 25584.66 બોલિવર છે.
પાછલાવર્ષે બ્લૂમબર્ગના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, વેનેજુએલાની સરકાર જલદી 10 લાખ બોલિવર (ત્યાંના રૂપિયા) ની નોટ પાછવા જઈ રહી છે. આ માટે ઇટાલીની એક ફર્મથી 71 ટન સિક્યોરિટી પેપરની આયાત કરી છે. આ ફર્મની માલિકી ઇટાલીની કંપની બેન કેપિટલની પાસે છે, જે વિશ્વના ઘણા દેશોને સિક્યોરિટી પેપરને નિર્યાત કરે છે. કસ્ટમ રિપોર્ટમાં સિક્યોરિટી પેપરને મંગાવવાનો ખુલાસો થયો છે.
વેનેજુએલામાં 10 લાખ બોલિવરની નોટ હવે સૌથી મોટા મૂલ્યવર્ગની નોટ બની ગઈ છે. પરંતુ તેની કિંમત ત્યારે પણ અડધો યૂએસ ડોલર છે. આટલા રૂપિયામાં અહીં માત્ર બે કિલો બટેટા કે અડધો કિલો ચોખા આવશે. ત્યાંની સરકાર લોકોને સુવિધા આપવા માટે મોટા મૂલ્યવર્ગની નોટો છાપવાની યોજના બનાવી રહી છે. જેથી સામાન્ય લોકો મોટી સંખ્યામાં રોકડ લઈ જવાથી બચશે.
કોરોના વાયરસ લૉકડાઉન અને તેલથી મળનાર પૈસા ખતમ થયા બાદ વેનેજુએલાની અર્થવ્યવસ્થા સતત સાતમાં વર્ષ મંદીમાં છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ વર્ષના અંત સુધી દેશની અર્થવ્યવસ્થા 20 ટકા ઘટી જશે. ભ્રષ્ટાચારને કારણે આ દેશની અર્થવ્યવસ્થા વધુ ખરાબ થઈ રહી છે. આ સમયે વેનેજુએલામાં ભ્રષ્ટાચાર એટલો વધુ છે કે તમારે ચાલવા માટે લાંચ પણ આપવી પડી શકે છે.
વેનેજુએલાની અર્થવ્યવસ્થાની સ્થિતિ હવે તે થઈ ગઈ છે કે દેશે સોનું વેચીને સામાન ખરીદવો પડી રહી છે. વેનેજુએલામાં લાખો લોકો ભૂખ્યા સુવે છે. કારણ કે તેની પાસે ખાવા માટે ભોજન નથી. એક રિપોર્ટ અનુસાર વેનેજુએલામાં લગભગ 700,000 લોકો એવા છે જેની પાસે બે સમય ભોજન ખરીદવા માટે પૈસા નથી. યૂનાઇટેડ નેશન ફૂડ પ્રોગ્રામ એજન્સીએ ફેબ્રુઆરીમાં કહ્યું હતું કે, વેનેજુએલાના દર ત્રણમાંથી એક નાગરિકની પાસે ભોજન નથી. વર્તમાન સમયમાં કોરનાને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે.