પાકિસ્તાની સીમા હૈદરની ફરી એક વખત ધરપકડ થઈ શકે છે. પાકિસ્તાની નાગરિક સીમા વિશે યુપી એટીએસએ તપાસ શરૂ કરી દીધી છે. યુપી એટીએસ સીમા હૈદરને પૂછપરછ માટે અજાણ્યા સ્થળે લઈ ગઈ છે. યુપી એટીએસકેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ સાથે કોઓર્ડિનેશન કરીને સીમાનું પાકિસ્તાનથી યુપી આવવું અને તેના કોન્ટેક્ટ વિશે તપાસ કરી રહી છે. આ મામલે તપાસ કરી રહેલા નોઈડા અને ગાઝિયાબાદ પોલીસ કમિશનરેટે કેટલીક મહત્વપૂર્ણ માહિતી જાણવા માટે યુપી એટીએસપર તકનીકી મદદ માંગી છે. સૂત્રોનું માનીએ તો એટીએસકેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ સાથે મળીને સીમાના પાકિસ્તાનથી દુબઈ અને ફ્રી નેપાળના રસ્તે ભારત આવવાના સમગ્ર નેટવર્કની તપાસ કરી રહી છે. સીમા જ્યારે ભારત આવી ત્યારે તેણે જે મોબાઈલ નંબરનો ઉપયોગ કર્યો હતો તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે સીમા સચિન સાથે સંપર્કમાં ક્યારથી હતી અને બંને વચ્ચે વાતચીત કરવા માટે કયા મોબાઈલ નંબરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
આ મામલે કોઈની મદદ વગર સીમા હૈદરની દુબઈ થઈને નેપાળ આવવા પર સરળતાથી બહારથી પ્રવેશ કરવાની થિયોરી ગળે નથી ઉતરી રહી. તપાસ એજન્સીએ તેન જૂના મોબાઈ નંબર વિશે જાણવા માટે પણ તપાસ હાથ ધરી છે. સૂત્રોનો દાવો છે કે સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી પાકિસ્તાનમાં પોતાના સંપર્કો દ્વારા સીમા હૈદરના સંપૂર્ણ પ્રોફાઈલ વિશે તપાસ કરી છે. તેના ઘર અને પરિવાર વિશે પણ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. કેન્દ્રીય એજન્સીઓની તપાસ શરૂ કર્યા બાદ નોઈડા પોલીસે સીમા યાદવના જામીન રદ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પોલીસને આશંકા છે કે સીમાએ પુરાવાઓને પ્રભાવિત કરી શકે છે અથવા ફરાર થઈ શકે છે. કાનૂની સલાહ લીધા બાદ પોલીસે જામીન નામંજૂર કરાવવા માટે કોર્ટમાં અરજી કરવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. આવી સ્થિતિમાં જાે સીમા પર કાયદાકીય સકંજાે કસવામાં આવશે તો સચિનની મુશ્કેલી વધી શકે છે.
