• Latest
  • Trending
  • All
  • BUSINESS
  • POLITICS
લોકરધારકો સામે હવે બેંકોની મનમાની નહીં ચાલેઃ સુપ્રીમ કોર્ટે જાહેર કરી નવી ગાઈડલાઈન

લોકરધારકો સામે હવે બેંકોની મનમાની નહીં ચાલેઃ સુપ્રીમ કોર્ટે જાહેર કરી નવી ગાઈડલાઈન

February 22, 2021

First Dates make me personally Nervous…exactly what can i really do?

March 26, 2023

Chat Avenue Assessment 2021

March 25, 2023
હવે કોંગ્રેસના નેતા લોકસભામાં નહીં બેસી શકે  કોંગ્રેસ અંધારામાં રહ્યું અને રાહુલનું સાંસદપદ છીનવાયું

હવે કોંગ્રેસના નેતા લોકસભામાં નહીં બેસી શકે કોંગ્રેસ અંધારામાં રહ્યું અને રાહુલનું સાંસદપદ છીનવાયું

March 25, 2023

David Evans Utilizing The Expertise From Their Online Dating Insider Website to Build Digicraft Consultancy

March 25, 2023
મોદી અટક પર ટિપ્પણી મામલે કોંગ્રેસના નેતાને સજા થઈ   રાહુલ ગાંધીનું લોકસભાનું સાંસદપદ રદ, કોંગ્રેસ કાયદાકીય રીતે લડશે

મોદી અટક પર ટિપ્પણી મામલે કોંગ્રેસના નેતાને સજા થઈ રાહુલ ગાંધીનું લોકસભાનું સાંસદપદ રદ, કોંગ્રેસ કાયદાકીય રીતે લડશે

March 25, 2023

Unique Study: The Reason Why Witty Singles Tend To Be Attractive (and Locations To Meet These)

March 25, 2023
ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ-વેક્સિનેશન અને કોવિડને અનુકૂળ વ્યવહાર અપનાવો  કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની રાજ્યોને ફાઈવ ફોલ્ડ સ્ટ્રેટેજી અપનાવવા સલાહ

ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ-વેક્સિનેશન અને કોવિડને અનુકૂળ વ્યવહાર અપનાવો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની રાજ્યોને ફાઈવ ફોલ્ડ સ્ટ્રેટેજી અપનાવવા સલાહ

March 24, 2023
દેશમાં કોરોનાના રોજેરોજ વધતા કેસોએ ચિંતા વધારી  દેશમાં ચાલુ વર્ષના સૌથી વધુ કોરોનાના ૧૩૦૦ કેસ નોંધાયા

દેશમાં કોરોનાના રોજેરોજ વધતા કેસોએ ચિંતા વધારી દેશમાં ચાલુ વર્ષના સૌથી વધુ કોરોનાના ૧૩૦૦ કેસ નોંધાયા

March 24, 2023
ફેડ રિઝર્વ ચીફના આક્રમક વલણથી સેન્સેક્સ, નિફ્ટી તૂટ્યા  સેન્સેક્સ ૨૮૯ પોઈન્ટ ગગડ્યો, નિફ્ટી ૧૭૧૦૦ પોઈન્ટની નીચે આવ્યો

ફેડ રિઝર્વ ચીફના આક્રમક વલણથી સેન્સેક્સ, નિફ્ટી તૂટ્યા સેન્સેક્સ ૨૮૯ પોઈન્ટ ગગડ્યો, નિફ્ટી ૧૭૧૦૦ પોઈન્ટની નીચે આવ્યો

March 24, 2023
ભારતે ODI રેન્કિંગમાં પ્રથમ સ્થાન ગુમાવ્યું  ટેસ્ટ મેચમાં નંબર ૧ બનવાના પ્રયાસમાં ભારતને થયું નુકસાન

ભારતે ODI રેન્કિંગમાં પ્રથમ સ્થાન ગુમાવ્યું ટેસ્ટ મેચમાં નંબર ૧ બનવાના પ્રયાસમાં ભારતને થયું નુકસાન

March 24, 2023

The reason why Attending Industry Conferences Is a Gamechanger for the Dating Company

March 24, 2023

The way the Economy affects Our Gender Lives

March 24, 2023
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Sunday, March 26, 2023
Shu Khabar
  • Home
  • BUSINESS
  • COVID-19
  • CRICKET
  • ENTERTAINMENT
    • DHOLLYWOOD
  • GUJARAT
  • HEALTH-FITNESS
  • INDIA
  • POLITICS
No Result
View All Result
Shu Khabar
No Result
View All Result
Home INDIA

લોકરધારકો સામે હવે બેંકોની મનમાની નહીં ચાલેઃ સુપ્રીમ કોર્ટે જાહેર કરી નવી ગાઈડલાઈન

મધ્યસ્થ બેંકે 6 મહિનામાં ગાઈડલાઈન રજૂ કરવાની રહેશે...

by Shukhabar
February 22, 2021
in INDIA
0
લોકરધારકો સામે હવે બેંકોની મનમાની નહીં ચાલેઃ સુપ્રીમ કોર્ટે જાહેર કરી નવી ગાઈડલાઈન

Sunplus Corp.

491
SHARES
1.4k
VIEWS
Share on FacebookShare on Twitter

બેંકો જ્યારે બેંક લોકર્સનું સંચાલન કરી રહી હોય ત્યારે ગ્રાહકો પર તે એકતરફી અને ગેરવાજબી નિયમો લાદી શકે નહીં તેમ સુપ્રિમ કોર્ટે સંબંધિત કાયદા અને નિયમોનું પાલન કર્યાં વગર લોકર્સ તોડીને ખોલવા સામે બેંકોને સાવચેત કરવા સાથે એક વિસ્તૃત માર્ગદર્શિકા રજૂ કરી છે. આ સાથે સુપ્રીમ કોર્ટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ને લોકરને લગતી માર્ગદર્શિકા તૈયાર કરવા પણ આદેશ આપ્યો છે. આ સાથે મધ્યસ્થ બેંકે 6 મહિનામાં ગાઈડલાઈન રજૂ કરવાની રહેશે.

નાગરિકોને લગતા કાયદામાં જૂબાનીના આધારે લોકરના પરિપ્રેક્ષમાં લાદવામાં આવેલ જવાબદારીના સંદર્ભમાં કોર્ટે આ સ્પષ્ટતા કરી છે.અલબત આ સંદર્ભમાં ગ્રાહક સુરક્ષાને લગતો કાયદો પણ લાગૂ પડી શકે છે. નેશનલ કન્ઝ્યુમર ડિસપ્યુટ રેડ્રેસલ કમિશનના વર્ષ 2008ના ચુકાદા સામે આ ચુકાદો આવ્યો છે. ન્યાયમૂર્તિ મોહન એમ શાંતનાગૌડર અને ન્યાયમૂર્તિ વિનીત સરનની બનેલી ખંડપીઠે લોકર ફેસિલિટી/સેફ ડિપોઝીટ ફેસિલિટી મેનેજમેન્ટના સંદર્ભમાં બેન્કો દ્વારા ભરવામાં આવનારા ફરજીયાત પગલાં અંગેના સર્વગ્રાહી માર્ગદર્શિકા નક્કી કરવામાં આવે. બેંકો પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં અને કોલરના સંચાલન માટે તેમના ગ્રાહકો પર તમામ જવાબદારી થોપી શકે નહીં.

ગ્રાહક ચોક્કસ ઉદ્દેશ સાથે લોકરની સુવિધા ભાડે લે છે, જેથી તેઓને એ વાતની ખાતરી મળી શકે કે તેમની અસ્કયામતોની યોગ્ય કાળજી લેવામાં આવી રહી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ વર્ષ 2007માં બેંક લોકર્સની સુરક્ષાના સંદર્ભમાં પૂરતી કાળજી લેવા અંગે સ્પષ્ટ દિશા-સૂચન આપ્યા હતા તેમ જ લોકર્સની ફાળવણી તથા તે તોડીને ખોલવા અંગે લોકરધારકને લગતી કેટલીક પારદર્શિતાને ફરજીયાત બનાવી હતી.

જોકે, ફરજને પૂર્ણ કરવા માટે ચોક્કસ પ્રક્રિયાને ફોર્મ્યુલેટ કરવા માટે વ્યક્તિગત રીતે બેંકોના દિશા સૂચનને બેન્કિંગ નિયમકર્તાએ ઉઠાવી લીધા છે.લોકર ફેસિલિટીની ફાળવણી કરતી વખતે અને સંચાલન કરતી વખતે બેંકો દ્વારા યોગ્ય પ્રક્રિયાની સુવિધા સુનિશ્ચિત કરવા કોર્ટે માર્ગદર્શિકા જાહેર કરવી જરૂરી છે.

આરબીઆઈ દ્વારા માર્ગદર્શિકા જારી કરવામાં ન આવે ત્યાં સુધી લોકર અથવા સેફ ડિપોઝીટ ફેસિલિટી ઉપલબ્ધ કરાવતી બેંકોએ સુપ્રીમ કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે.

સુપ્રીમ કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા

1. તેમાં લોકર રજિસ્ટર તથા લોકર કી રજીસ્ટરના મેઈન્ટેનન્સનો સમાવેશ થાય.

2. એલોટમેન્ટમાં કોઈ પ્રકારના ફેરફાર થાય તેવા કિસ્સામાં લોકર રજીસ્ટરને સતત અપડેટ કરવાનું રહેશે.

3. લોકરની ફાળવણીમાં કોઈ પ્રકારના ફેરફાર કરવામાં આવે તે અગાઉ મૂળ લોકરધારકે બેંકે જાણ કરવાની રહેશે, અને લોકરધારક ઈચ્છતો હોય તેવા સંજોગોમાં જ જમા કરવામાં આવેલી ચીજ-વસ્તુઓને પાછી મેળવવા માટે તેમને યોગ્ય તક આપવામાં આવે.

4.બેંકો બ્લોચેઈન ટેકનોલોજી જેવી યોગ્ય ટેકનોલોજીનો ઉપયોગ કરવાની બાબતને ધ્યાનમાં લઈ શકે છે.

5.બેંકના કસ્ટોડિયને લોકર્સમાં એક્સેસને લગતી વધારાનો રેકોર્ડ જાળવવાનો રહેશે, લોકર્સને લગતો એક્સેસ ધરાવતા તમામ પક્ષકારોના લોકર ખોલવા તથા બંધ કરવાના સહિતની વિગતો તથા તારીખ અને સમયની તમામ વિગતોને ચુસ્તપણે મેન્ટેઈન કરવી પડશે.

6.બેંકના કર્મચારીઓ નિયમિતપણે લોકર્સ યોગ્ય રીતે બંધ કરવામાં આવેલું છે કે નહીં તેની તપાસ કરવાની પણ જવાબદારી ધરાવે છે. જો તે યોગ્ય રીતે બંધ કરવામાં ન આવેલ હોય તો તે તાત્કાલિક બંધ કરવામાં આવે, આ ઉપરાંત આ અંગે તાત્કાલિક લોકરધારકને જાણ કરવામાં આવશે.

7.સંબંધિત સ્ટાફે લોકરની ચાવીઓ યોગ્ય સ્થિતિમાં છે કે નહીં તેની પણ તપાસ કરવાની રહેશે.

8. જો લોકર્સ ઈલેક્ટ્રોનિક સિસ્ટમ મારફતે સંચાલિત હોય તો બેન્કે હેકિંગ અથવા સુરક્ષાને લગતા કોઈ પણ ઉલ્લંઘનથી રક્ષણ મેળવવા સિસ્ટમને સુનિશ્ચિત કરવા માટે યોગ્ય પગલાં ભરવાના રહેશે.

9. બાયોમેટ્રીક ડેટા સહિત ગ્રાહકનો પર્સનલ ડેટા તેમની મંજૂરી વગર ત્રીજા પક્ષકાર સાથે શેર કરી શકાય નહીં. આ સંદર્ભમાં ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ,2000 લાગૂ થશે.

10. બેન્ક સંબંધિત કાયદા તથા RBIના નિયમનોને આધિન ખોલવા માટે લોકરને તોડવાની સત્તા ધરાવે છે. કાયદામાં દર્શાવવામાં આવેલી પ્રક્રિયા સિવાયની પદ્ધતિથી ખોલવા માટે લોકર તોડવામાં આવશે તો તે ગેરકાયદેસર ગણાશે અને તેને લીધે જે પણ રકમનું નુકસાન થશે તે માટે સેવા પૂરી પાડનાર તરીકે બેંકને વહન કરવાનું રહેશે.

11. લોકરધારકને આપવામાં આવેલી લેખિત નોટિસના સંદર્ભમાં લોકર તોડીને ખોલવામાં આવે તે અગાઉ યોગ્ય સમય આપવામાં આવે. આ ઉપરાંત લોકર અધિકૃત અધિકારીઓ તથા નિષ્પક્ષ સાક્ષીની ઉપસ્થિતિમાં જ લોકરધારકની નોટિસને આધિન લોકર તોડીને ખોલવામાં આવશે. બેંકે લોકરમાં રહેલી ચીજવસ્તુઓની સંપૂર્ણ વિગતોની નોંધ રાખવાની રહેશે, અને લોકર રજીસ્ટરમાં અલગથી એન્ટ્રી આપવી પડશે. ભવિષ્યમાં કોઈ વિવાદ ન થાય તે માટે લોકરધારકની ઈન્વેન્ટરીની રસીદ પર સહી લેવી જરૂરી છે.

12. લોકરના એક્સેસથી કોઈ બિનઅધિકૃત પક્ષકાર ફાયદો લઈ રહી નથી તે બાબતની ખાતરી કરવા માટે બેન્કે યોગ્ય પ્રક્રિયાની ચકાસણી કરવાની જવાબદારી ધરાવે છે. જો લોકર ઘણા સમય સુધી ખોલવામાં આવ્યું ન હોય અને લોકરધારકની ભાળ મળતી ન હોય તો બેન્કો લોકરને લગતી વિગતો તેમના નોમિની અથવા કાનૂની વારસદારને ટ્રાન્સફર કરશે અથવા પારદર્શક પદ્ધતિથી સામગ્રીનો નિકાલ કરી શકશે. આ માટે RBI દ્વારા જારી કરવામાં આવેલા દિશા-સૂચનોનું પાલન કરવાનું રહેશે.

Premium WordPress Themes Download
Download WordPress Themes Free
Download Best WordPress Themes Free Download
Download WordPress Themes
free online course
download coolpad firmware
Download WordPress Themes Free
udemy paid course free download
Tags: Bank lockersBanksIndiaSupreme Court
Share196Tweet123Share49
Shukhabar

Shukhabar

Uncategorized

First Dates make me personally Nervous…exactly what can i really do?

First dates could be nerve-wracking. You wish to create a beneficial impact, to encounter as secure, attractive, and an excellent ...

March 26, 2023
Uncategorized

Chat Avenue Assessment 2021

Today we have been evaluating Chat Avenue, and that is most likely the greatest web site for folks who look ...

March 25, 2023
INDIA

હવે કોંગ્રેસના નેતા લોકસભામાં નહીં બેસી શકે કોંગ્રેસ અંધારામાં રહ્યું અને રાહુલનું સાંસદપદ છીનવાયું

કેરળના વાયનાડથી કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીની સદસ્યતા રદ કરવામાં આવી છે. આ અંગે શુક્રવારે બપોરે લોકસભા સચિવાલય તરફથી નોટિફિકેશન પણ ...

March 25, 2023
Uncategorized

David Evans Utilizing The Expertise From Their Online Dating Insider Website to Build Digicraft Consultancy

The Quick type: After using complement in the early days of online dating sites, David Evans rapidly recognized it absolutely ...

March 25, 2023
INDIA

મોદી અટક પર ટિપ્પણી મામલે કોંગ્રેસના નેતાને સજા થઈ રાહુલ ગાંધીનું લોકસભાનું સાંસદપદ રદ, કોંગ્રેસ કાયદાકીય રીતે લડશે

ગઈ કાલે ગુરુવારે સુરત કોર્ટના ર્નિણય બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના રાજકીય ભવિષ્યને લઈને અનેક ચર્ચાઓ થઈ હતી. સુરતની કોર્ટે ...

March 25, 2023

Latest News

  • First Dates make me personally Nervous…exactly what can i really do?
  • Chat Avenue Assessment 2021
  • હવે કોંગ્રેસના નેતા લોકસભામાં નહીં બેસી શકે કોંગ્રેસ અંધારામાં રહ્યું અને રાહુલનું સાંસદપદ છીનવાયું
  • David Evans Utilizing The Expertise From Their Online Dating Insider Website to Build Digicraft Consultancy
  • મોદી અટક પર ટિપ્પણી મામલે કોંગ્રેસના નેતાને સજા થઈ રાહુલ ગાંધીનું લોકસભાનું સાંસદપદ રદ, કોંગ્રેસ કાયદાકીય રીતે લડશે
Shu Khabar

Copyright © 2020 Shu Khabar.

Navigate Site

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

Follow Us

No Result
View All Result
  • Entertainment

Copyright © 2020 Shu Khabar.