ટ્રેડિંગના અંતે સેન્સેક્સ ૩૦૨.૩૦ પોઈન્ટ અથવા ૦.૪૫ ટકાના વધારા સાથે ૬૭,૦૯૭.૪૪ પર બંધ થયો હતો. જ્યારે બીજી તરફ નિફ્ટી ૮૩.૯૦ પોઈન્ટ એટલે કે ૦.૪૨ ટકાના વધારા સાથે ૧૯૮૩૩.૧૫ ના સ્તર પર બંધ થયો હતો.આજે ખુલતા સમયે શેરબજારે જે જબરદસ્ત ગ્રોથ બતાવી હતી તે જબરદસ્ત ગ્રોથ બજાર બંધ સમયે પણ જાેવા મળી છે. શેરબજાર આજે ખુલ્યા પછી તરત જ મજબૂત તેજી સાથે નવી ઊંચાઈને સ્પર્શ્યું હતું અને ઈન્ટ્રા-ડે દરમિયાન પણ ઊંચા સ્તરે ટ્રેડ થયું હતું. આજના કારોબારમાં જ, બીએસઈસેન્સેક્સ ૬૭,૧૪૬.૮૨ ની સર્વકાલીન ઉચ્ચ સપાટીને સ્પર્શી ગયો હતો અને તેણે ઉત્તમ બિઝનેસ પ્રદર્શન દર્શાવ્યું હતું. તો બીજી તરફ, નિફ્ટીએ ઇન્ટ્રાડેમાં ૧૯,૮૪૩.૮૫ ની ઊંચી સપાટી દર્શાવી હતી, જે તેની અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટી છે અને આ બજારની સતત વધતી જતી મજબૂતાઈ દર્શાવવા માટે પૂરતી છે.
આઈટી અને ઓટો ઈન્ડેક્સમાં નજીવા ઘટાડા સાથે આજે કારોબાર બંધ થયો છે અને આ સિવાય અન્ય તમામ ક્ષેત્રીય ઈન્ડેક્સમાં તેજી સાથે કારોબાર બંધ થયો છે. પીએસયુબેન્કોમાં મહત્તમ તેજી જાેવા મળી છે, જે લગભગ ૨ ટકાના ઉછાળા સાથે બંધ થવામાં સફળ રહી છે. મીડિયા શેરોમાં ૧.૧૩ ટકાનો વધારો થયો છે અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં લગભગ ૧ ટકાની મજબૂતાઈ નોંધાઈ છે. ઓઈલ અને ગેસ શેર ૦.૬૬ ટકાની મજબૂતાઈ સાથે બંધ થવામાં સફળ રહ્યા છે. ફાઇનાન્શિયલ સર્વિસિસમાં ૦.૫૭ ટકાનો વધારો નોંધાયો હતો અને નિફ્ટી બેન્કમાં ૦.૫૭ ટકાના વધારા સાથે બિઝનેસ બંધ થયો હતો. આજે બીએસઈપર બજારનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. ૩૦૪.૬૮ લાખ કરોડ થયું છે, જે રોકાણકારોની સતત વધતી સંપત્તિ દર્શાવે છે. ગઈ કાલે ટ્રેડિંગના અંતે બીએસઈપર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. ૩૦૩.૧૧ લાખ કરોડ હતું.
આજે શેરબજારની શરૂઆત થતા જ બીએસઈનો ૩૦ શેરો વાળા ઈન્ડેક્સ સેન્સેક્સ ૧૦૯.૮૭ પોઈન્ટ એટલે કે ૦.૧૬ ટકાના વધારા સાથે ૬૬,૯૦૫.૦૧ ના સ્તર પર ખુલ્યો હતો.
આ સિવાય એનએસઈનો નિફ્ટી ૫૩.૭૦ પોઈન્ટ એટલે કે ૦.૨૭ ટકાના વધારા સાથે ૧૯,૮૦૨.૯૫ ના સ્તર પર ખુલ્યો. ઈન્ડસઈન્ડ બેન્ક, એનટીપીસી, ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, એપોલો હોસ્પિટલ્સઅને નિફ્ટી પર ટોપ ગેઈનર્સ હતા, જ્યારે હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, આઈશર મોટર્સ, સિપ્લા, નેસ્લે ઈન્ડિયા અને એમએન્ડએમટોપ લુઝર્સ હતા.
