વડોદરા શહેરના વાડી વિસ્તારમાં ગઇકાલે મચ્છર મારવાનું રેકેટ ચાલુ કરતાં જ મોટો બ્લાસ્ટ થતાં મકાનમાં આગ ફાટી નીકળી હતી. આ સાથે વિસ્તારમાં નાશ ભાગના દ્રશ્યો સર્જાયા હતા. આગની જ્વાળાઓમાં વૃદ્ધ દંપતી અને તેમના પુત્રને સામાન્ય ઈજાઓ પહોંચી હતી મકાનમાં આગ લાગવા પાછળ નું કારણ ગેસ પાઇપલાઇન લિકેઝ હોવાનું જાણવા મળ્યું છે.
વડોદરા શહેરમાં ગેસ પાઇપલાઇન લીકેજ થવાની અને તેના કારણે મકાનોમાં આગ ફાટી નીકળવાની ઘટનાઓ માં વધારો થયો છે તાજેતરમાં વારસિયા વિસ્તારના વિજયનગરમાં આવેલા એક મકાનમાં રહસ્યમય આગ ફાટી નીકળી હતી જેની પાછળનું કારણ ગેસ હોવાનું ચર્ચાતું હતું ત્યારબાદ ગાજરાવાડી વિસ્તારમાં ગેસ પાઇપલાઇન લીકેજ થવાથી આગ ફાટી નીકળી હતી જેમાં બે વ્યક્તિઓ ગંભીર રીતે દાજી જતા એકનું મોત નીપજ્યું હતું અને લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો ત્યારે ગઈકાલે રાત્રે વધુ એક પ્રમાણે નો કિસ્સો સામે આવ્યો છે.
વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલી હનુમાન પોળ ખાતે ના મકાનમાં રહેતા વૃદ્ધે મચ્છર ભગાડવા માટે મચ્છર મારવાનું રેકેટ શરૂ કરતાં જ અચાનક મોટો બ્લાસ્ટ થયો હોય તેઓ ધડાકો થયો હતો અને પોળના રહીશો માં ઉત્તેજના છવાઇ હતી અને સોસાયટીના રહીશોએ આગની જ્વાળા થી દાઝેલા વૃદ્ધ દંપતી અને તેમના પુત્રને બચાવ્યા હતા બનાવના પગલે ગેસ અને જીઇબી ની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી સ્થાનિક રહીશોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે ગેસ નું પ્રેશર ઓછું હોવાની સાથે લિકેઝ ની સમસ્યા વકરી છે આ માટે ચોક્કસ પ્રક્રિયા થકી સમારકામ જરૂરી છે.