રશિયા-યુક્રેન ભીષણ મહાયુદ્ઘને આજે 53 દિવસ વીતી ચુક્યા છે હજુ પણ યુદ્ધ અંત આવ્યો નથી બંને દેશોમાં કોઇ પણ દેશ પીછેહઠ કરી રહ્યુ નથી રશિયા સતત યુક્રેનને પરમાણું હુમલાન ધમકી આપી રહ્યુ છે તો બીજી તરફથી યુક્રેનને પણ ઝૂંકીશ નહી ભારત બનેલી ફિલ્મ પુષ્પાના ડાયલોગને સાર્થક કરી રહ્યો છે હાલ બંને દેશોના યુદ્ધને લઇ પરમાણુ હુમલાની આશંકા વધુ ઘેરી બની છે જેને લઇ પશ્રિમી દેશોમાં પણ ખળખળાટ મચ્યો છે.
એક રિપોર્ટ પ્રમાણે મુજબ યુક્રેન રાષ્ટ્રપતિ વ્લોદિમીર ઝેલેન્સકીએ પત્રકાર સાથે વાતચીત કરી આપણને એ પળનું વિલંબ ન કરવુ જોઇએ કે રશિયા પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાનું નક્કી કરે એના માટે આપણે પહેલાથી સજ્જ રહેવુ પડશે રશિયા કોઇ પણ હથિયારોનું ઉપયોગ કરી શક્શે જેને લઇ મને તેની સંપૂર્ણ ખાતરી થઈ ગઈ છે. એન્ટી રેડિએશન મેડિસિન અને હવાઇ હુમાલાથી બચવા શેલ્ટર્સની મોટા પ્રમાણમાં જરૂર પડશે આ આગઉ ઝેલેન્સ્કી સમ્રગ દેશની ચેતવણી આપી હતી કે રશિયાના હુમલાને લઇ ચિંતિત થવુ જોઇએ ક્રેમિલેન કહ્યુ કે 24 ફેબ્રુઆરી જયારથી યુદ્ઘ શરૂ થયુ ત્યારથી રશિયાએ પરમાણું શસ્ત્રોને હાઇ એલર્ટ પર રાખ્યો છે પુતિને પોતાની સેનાને પણ પરમાણુ યુદ્ધ ડ્રિલ માટે કવાયત કરવાનો આદેશ આપ્યો હતો.
નિષ્ણાતાનો જણાવ્યા અનુસાર યુક્રેન વિરુદ્ધ યુદ્ઘમાં આશા મુજબ પરિણામ ન મળતા વિશ્વની બીજા નંબરના શક્તિશાળી દેશની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી છે જેને લઇ પ્રમુખ પુતિન લાલઘૂમ જોવા મળી રહ્યો છે યુદ્ધને જલદી પતાવવા સરમુખત્યારશાહ પુતિન ગમે ત્યારે પરમાણું હુમાલાનું ઉપયોગ કરી શકે છે જેને લઇ યુક્રેન પણ મચક આપ્યા વગર રશિયાની ધમકીઓને ઘોળી પી રહ્યો છે.