સોવિયેત યુનિયન અને અમેરિકા વચ્ચે તંગદિલી બાદ સર્જાયેલ બીજા વિશ્વયુદ્ધમાં સમગ્ર વિશ્વમાં અચંભો ફેલાવનાર અમેરિકન નેવીનું એક હથિયાર ફરી સીમા છેવાડે દેખાતા ટોક ઓફ ધ ટાઉન બન્યું છે. યુએસએસ ઓહિઓ ફરી અમેરિકન નેવીના બેડામાં જોવા મળતા રક્ષા વિશેષજ્ઞો પણ ચોંકી ઉઠ્યાં છે. શીત યુદ્ધ દરમિયાને યુએસએસ ઓહિઓએ કરેલ ઝડપી ઘાતક તોપમારાને કારણે સોવિયેત યુનિયનના અનેક શહેરો તબાહ થયા હતા.
યુએસએસ ઓહિઓ અમેરિકન નેવીની તાકાત છે. વિશ્વની સૌથી મોટી અને ઘાતક સબમરિનનો ખિતાબ યુએસએસ ઓહિઓ પાસે છે. જોકે વર્લ્ડવોર દરમિયાન તેને ન્યુક્લિયર હથિયારોથી સજ્જ કરવામાં આવ્યું હતુ. પરંતુ, ફરી 2021માં જોવા મળેલ ઓહિઓમાં ન્યુક્લિયર વેપન નથી.
પરમાણુ હથિયાર છતા યુએસએસ ઓહિઓ વિશ્વનું હાલની સૌથી ઘાતક સબમરીન હોવાની ચેતવણી લંડનના રોયલ યુનાઈટેડ સર્વિસ ઈન્સટીટ્યુટના સિદ્ધાર્થ કૌશલે આપી છે. ટ્રમ્પ સરકાર ગયા બાદ રાષ્ટ્રપતિ બનેલા જો બાઈડૅને એકબાદ એક વિશ્વ સુરક્ષામાં અમેરિકાના ભાગ અંગે કરેલા નિર્ણયોમાંથી આ એક હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
ચીનની અવળચંડાઈનો જવાબ આપવા અને તેના વિસ્તારવાદને રોકવા માટે બે સપ્તાહ અગાઉ તાઈવાનના રસ્તે ગાઈડેડ મિસાઈલ ડ્રિસ્ટ્રોયર મોકલ્યા હતા અને ગત સપ્તાહે 18,000 ટન ગાઇડેડ મિસાઈલ સાથે યુએસએસ ઓહિઓ જાપાનના આઈસલેન્ડ ઓકિનાવા પાસે અમેરિકન મરીનના યુદ્ધાઅભ્યાસમાં જોવા મળ્યું હતુ.
યુએસએસ ઓહિઓ એક ન્યુક્લિયર પાવર ગાઇડેડ મિસાઈલ સબમરીન(SSGN) છે. જોકે, તે હાલ ન્યુક્લિયર મિસાઈલોથી સજ્જ નથી. બે ટર્બાઈનથી ચાલતી આ ઓહિઓની મારણ ક્ષમતા ‘અનલિમિટેડ’ હોવાનો દાવો યુએસ નેવી કરે છે.
યુએસએસ ઓહિઓ પર 154 તોમાહોક ક્રૂઝ મિસાઈલ મુકી શકાય છે અને દરેક તોમાહુકની વહન ક્ષમતા 1000 પાઉન્ડ હાઈ એક્સપ્લોઝિવની છે. અમેરિકાની કુલ ગાઈડેડ મિસાઈલો ડિસ્ટ્રોયરની 50% એકલા વહન કરવાની ક્ષમતા ઓહિઓમાં છે.
ઓહિઓની તાકતનો પરચો ત્યારે મળશે જ્યારે તમને જાણવા મળશે કે અમેરિકાની સૌથી લેટેસ્ટ અને અદ્યતન હુમલો કરવી શકવાની ક્ષમતા ધરાવતી સબમરીન કરતા 4 ગણી તાકાત યુએસએસ ઓહિઓ ધરાવે છે. 1970માં અમેરિકાએ યુએસએસ ઓહિઓ બનાવવાની જાહેરાત કરી હતી અને વર્ષ 1981માં તેને અમેરિકન નેવીમાં જોડવામાં આવી હતી.