Rupee against US Dollar :  સ્થાનિક શેરબજારોમાં સકારાત્મક વલણ અને વિદેશી ભંડોળની ખરીદીને કારણે શુક્રવારે શરૂઆતના કારોબારમાં યુએસ ડોલર સામે રૂપિયો આઠ પૈસા વધીને 83.37 થયો હતો. ફોરેક્સ ટ્રેડર્સે જણાવ્યું હતું કે અન્ય બજારોમાં મજબૂત ડોલર અને ક્રૂડ ઓઈલના ઊંચા ભાવ સ્થાનિક યુનિટ પર દબાણ લાવે છે અને રૂપિયાના ફાયદાને મર્યાદિત કરે છે.

ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં, રૂપિયો 83.42 પર ખૂલ્યો હતો અને શરૂઆતના સોદામાં ડોલર સામે 83.37ને સ્પર્શ્યો હતો. આ રીતે રૂપિયામાં અગાઉના બંધ સ્તરથી આઠ પૈસાનો વધારો નોંધાયો હતો. ગુરુવારે અમેરિકન ડોલર સામે રૂપિયો 12 પૈસા વધીને

83.45 ના સ્તર પર બંધ થયો હતો. દરમિયાન, ડૉલર ઇન્ડેક્સ, જે છ મુખ્ય કરન્સી સામે યુએસ ડૉલરની સ્થિતિનું મૂલ્યાંકન કરે છે, તે 0.15 ટકા વધીને 106.06 પર હતો.

વૈશ્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 0.47 ટકા વધીને બેરલ દીઠ $86.80 હતો. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)એ ગુરુવારે રૂ. 7,658.77 કરોડના શેર ખરીદ્યા હતા.

Share.
Exit mobile version