ગેરહાજર રહેતા તલાટીઓને લઈ કાર્યવાહી માટે કમિશ્નરે પરિપત્ર બહાર પાડ્યો છે. અત્રે જણાવીએ કે, તલાટી કમ મંત્રી હાજર ન રહેતા હોવાની વિભાગને ફરિયાદો મળી હતી જેમની હાજરીને લઇને વિકાસ કમિશ્નરે પરિપત્ર જાહેર કર્યો છે કે, રજા પર જતાં પહેલાં તાલુકા વિકાસ અધિકારીની પૂર્વ મંજૂરી લેવી જરૂરી છે.
એક કરતાં વધુ ગામો ફાળવેલ હોય તો ગામો વચ્ચે સરખા દિવસો વહેંચીને હાજર રહેવા સૂચના આપી છે તેમજ તાલુકા વિકાસ અધિકારી અને વિસ્તરણ અધિકારીને ગામની આકસ્મિક મુલાકાત લેવા સૂચના આપી છે.
અધિકારીઓએ મુલાકાત દરમિયાન તલાટી ગેરહાજર હોય તો તાકીદ કરી રજા કપાત કરવા પણ સૂચના આપી છે. રજા જમા ન હોય તો બિન પગારી રજા ગણવા માટેની પણ કડક સૂચના આપવામાં આવી છે. બીજી વખત ગેરહાજરીની ઘટનામાં કારણદર્શક નોટિસ આપી શિષ્ટ વિષયક કાર્યવાહી કરવા પણ સૂચના આપી છે.
તલાટી કમ મંત્રી ગેર હાજર રહેતા હોવાની ફરિયાદો મળતા જે અનુસંધાને કડક કાર્યવાહી કરવા માટે કમિશ્નરે પરિપત્ર બહાર પાડ્યું છે. તેમજ જે મામલે કારણદર્શક નોટિસ આપી શિષ્ટ વિષયક કાર્યવાહી કરવા પણ સૂચના આપી છે. તેમજ તાલુકા વિકાસ અધિકારીની પૂર્વ મંજૂરી લેવા પણ પરિપત્રમાં ઉલ્લેખ કર્યો છે.